છોટાઉદેપુર એલ સી બી પોલીસે બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં હારજીત પત્તા પાનાનો જુગાર રમતા 11 જુગારીયાઓને ઝડપી પાડ્યા

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે બોડેલી નજીક થી પસાર થતી ઓરસંગ નદીના પટમાં હારજીત પત્તા પાનાનો જુગાર રમતા 11 જુગારીયાઓને ઝડપી પાડી કુલ 1,35,350 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરતા જુગારીઓમાં અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઉપરોક્ત બનાવ અંગે છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા મળતી માહિતી મુજબ એલસીબી શાખાના સ્ટાફના પોલીસ કર્મીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે તેઓ બોડેલી નજીક પસાર થતી ઓરસંગ નદીના પટમાં ગોલ ટોળું વળી હાર – જીત નો પત્તા પાના નો જુગાર રમતા 11 જુગારીયાઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા આ રેડ માં પોલીસે દાવ પર મૂકેલ અને અંગ જડતી દરમિયાન રોકડ રૂ. 15,850 /- , મોબાઇલ નંગ -12 કિંમત રૂ. 29500, તેમજ રૂ. 90,000/- ની  કિંમતની 4 મોટર સાયકલ તથા જુગાર રમવાના પત્તાના મળી કુલ રૂ. 1,35,350/- ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડી ઝડપાયેલા 11 જુગારીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વિસ્તારમાં છાના છપલા જુગાર રમતા  જુગારીયાઓ તેમજ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here