છોટાઉદેપુરમાં જી.પી.એસનું રજિસ્ટ્રેશન ન થવાથી ફેકટરીઓની કામગીરી બંધ રહી, 50 લાખનું નુકસાન, GPS (VTMS) નાના વેપારીઓને પોષાય તેમ નથી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં 100 જેટલી ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાની ફેક્ટરીઓ આવેલી છે જેમાં સરકાર દ્વારા જીપીએસ લગાડી રજીસ્ટ્રેશન કરાવવાનું નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે બાબતે જીપીએસ નાના વેપારીઓને પોસાય તેમ નથી જ્યારે છોટાઉદેપુર ખાતે GPS (VTMS) નું રજિસ્ટ્રેશન ન થતા કારખાનાઓ બંધ રાખવાનો વારો વેપારીઓને આવ્યો છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા જી પી એસ પૂરતા પ્રમાણમાં મંગાવવા જોઈએ ત્યારબાદ કાયદો લાગુ કરવો જોઈએ જેથી ધંધામાં અડચણ આવે નહિ. છોટાઉદેપુર માં જી પી એસ ન હોવાને કારણે ટ્રાકોના પૈડાં થંભી ગયા હતા. જ્યારે 50 લાખ જેવું નુકસાન ડોલોમાઈટ ઉદ્યોગને ગયું છે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર માં આવેલી ડોલોમાઈટ પથ્થરની ફેક્ટરીઓ એક તરફ મંદીના માહોલમાં છે જ્યારે GPS (VTMS) નો કાયદો લાવી વધુ ઘુચવણ માં ફેકટરી સંચાલકો મુકાઈ ગયા છે. ફેક્ટરીઓ કેમ ચલાવવી તે પ્રશ્ન ફેક્ટરી માલિકો માટે થઈ પડ્યો છે જીપીએસ ના નિયમો પ્રમાણે ખનીજ વહન કરતા વાહનો પાસે જીપીએસ રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે છોટાઉદેપુર પંથકમાં કદી મદી પર પ્રાંતમાંથી તથા રાજ્યના મોટા શહેરોમાંથી ડોલામાઈટ પાવડર ખરીદવા અર્થે ધણી કંપનીઓ પોતાના વાહન મોકલતી હોય છે પરંતુ જે વાહનોનું કાયમી ઉપયોગ થતો નથી જેથી સામેવાળી વ્યક્તિએ જીપીએસ લગાડવો કે કેમ તે પણ એક પ્રશ્ન થઈ પડ્યો છે એક તરફ કાયદો અને નિયમોના ભારણ હેઠળ છોટાઉદેપુરમાં ડોલોમાઈટનો ઉદ્યોગ મંદો પાડવા મંડ્યો છે અને મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યો છે કારણ કે મધ્યપ્રદેશમાં ઓવરલોડ વાહન પસાર થવામાં કોઈ કનડગત રહેતી નથી જેથી ભાડુ પણ પોસાઈ રહે છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે
જ્યારે છોટાઉદેપુરમાં હાલ જીપીએસ નો અભાવ હોય જેના કારણે માલ વાહન થઈ શકતો નથી જીપીએસ ફિટ થાય ત્યારબાદ માલનું વાહન કરવાનું હોય છે પરંતુ જે ગાડીઓમાં જીપીએસ લગાવેલા છે તે માન્ય રાખવામાં આવતા નથી જેના તંત્ર દ્વારા નક્કી કરેલા જીપીએસ હાલ છે નહીં તેમ વેપારીઓ જણાવી રહ્યા છે આવનાર દિવસોમાં દિવાળી નજીક આવી રહી છે તેવા સમયે આ પ્રશ્ન ઉભો થતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે ફેક્ટરીઓ બંધ રહેતા હવે લાખો નું નુકસાન ફેક્ટરી માલિકોને ભોગવવાનું આવ્યું છે

મિનરલ મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું કે છોટાઉદેપુર વિસ્તારમાં GPS (VTMS) ના કાયદા લાગુ કરવામાં આવ્યો છે પરંતુ છોટાઉદેપુરમાં જીપીએસ મળતા નથી જીપીએસ લગાડવા માટે કંપનીઓ છોટાઉદેપુરમાં આવી નથી હાલમાં 2000 કેટલા જીપીએસ છોટાઉદેપુરમાં લાગે તેમ છે પરંતુ જીપીએસ ન હોવાને કારણે લાગી શક્યા નથી સાથે સાથે માલનું વાહન અટકી જતા મોટાભાગના કારખાના આજરોજ બંધ રહ્યા હતા જ્યારે 50 લાખ જેટલું નુકસાન છોટાઉદેપુર ડોલામાઈટ ઉદ્યોગને વેઠવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here