છોટાઉદેપુર નગર પાલિકામાં થયેલો ઠરાવ નં-૩૭ પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવ્યો… જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં ભરવા હુકમ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર જીલ્લા માં વધું એક કૌભાંડ બહાર આવ્યું. નગર પાલિકા છોટા ઉદેપુર દ્વારા ૧,૮૧,૧૫,૯૩૫/- રૂપિયા નો ઠરાવ બારોબાર કરી દેવામાં આવતા પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવ્યો

છોટા ઉદેપુર નગર પાલિકા માં તા ૨૯-૭-૨૦૨૨ નારોજ સત્તા માં અન્ય સભ્યો ના ટેકા થી કોંગ્રેસ નું બોર્ડ સત્તાધીશ હોય જે સમયે ઠરાવ નં ૩૭ મંજૂર કરવામાં આવ્યો હતો. જે અંગે જાહેર હિત જોખમાતા પુર્વ પાલીકા ઉપ પ્રમૂખ અને પુર્વ પાલીકા સભ્ય દ્વારા પ્રાદેશિક કમિશનર ની કોર્ટ ના દ્વાર ખખડાવવામાં આવ્યાં હતાં.

છોટા ઉદેપુર નગર પાલિકા નો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. જીલ્લા ની એકમાત્ર નગર પાલિકા તેનું રાજકારણ ગાંધીનગર સુધી પ્રખ્યાત છે. જેમાં રાજકીય સત્તા ની ખેંચતાણ અને કૌભાંડો ના આક્ષેપો વચ્ચે રાજકીય મહોલ ગરમ થતો રહે છે. જે અંગે તા.૩-૪-૨૦૨૩ ના રોજ પાલીકા પુર્વ ઉપપ્રમુખ ઝાકીર હુસૈન મહમંદ યુસુફ દડી અને પુર્વ સભ્ય મહેન્દ્રસિંહ રણવીર સિંહ અંબાલિયા દ્વારા અધિનિયમ -૧૯૬૩ ની કલમ ૨૫૮(૧) હેઠળ છોટા ઉદેપુર નગર પાલિકા ના ઠરાવ નં ૭૩ તા.૯-૧૨-૨૧ તથા ૨૯-૭-૨૨ ના ઠરાવ નં ૩૭ ને રદ કરવા પ્રાદેશિક કમિશનર માં અપીલ કરવામાં આવી હતી. જે અપીલ અંગે નો કેસ પ્રાદેશિક કમિશનર એસ. પી. ભગોરા ની કોર્ટ માં ચાલી જતાં ઠરાવ નં ૩૭ ને રદ કરવા નો હુકમ કરવામાં આવ્યો છે. જે ઠરાવ રદ થતાં સમગ્ર છોટા ઉદેપુર નગર ના સ્થાનીક રાજકારણ માં ખળ ભળાટ મચી ગયો છે.

પ્રાદેશિક કમિશનર દ્વારા કરવામાં આવેલ હુકમમાં જણાવવા માં આવ્યું છે કે ઠરાવ નં ૩૭ ની અમલવારી ના કારણે નગર પાલિકા ને જે આર્થિક નુકશાન થયેલ હોય તે માટે નગર પાલિકા ની અધિનિયમ કલમ ૭૦ હેઠળ જવાબદાર પાસે વસુલાત કરવા ચિફ ઓફિસર ને દરખાસ્ત કરવા હુકમ કર્યો છે. જ્યારે ઠરાવ નં ૭૩ તથા ઠરાવ નં ૩૭ ની અમલવારી અને ટેન્ડરિંગ માં જે કંઈ વહિવટી અનિયમિતતા હોય અને નગર પાલિકા ને આર્થિક નુકશાન થયેલ હોય તેમાટે તત્કાલીન ચીફ ઓફિસર સામે શિસ્ત વિષયક કાર્યવાહી ની ભલામણ સારુ નિયત નમુના આધાર પુરાવા સાથે દરખાસ્ત મોકલી આપવા હાલના ચીફ ઓફિસર ને હુકમ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે તા ૨૯-૭-૨૦૨૨ ના સમાન્ય સભામાં ઠરાવ નં ૩૭ થી કામ કરતી એજન્સી ને મર્યાદા બહાર કોઈપણ પ્રક્રીયા કર્યા વગર ડબલ થી વધુ કામ કરાવી અને ચૂકવણું કરવા ઠરાવેલ છે. જે ઠરાવ માં સરકારની સુચના નો દેખીતો ભંગ થતો જણાય છે. આમ કરીને નગર પાલીકા પ્રમૂખ અને સભ્યોએ આર્થિક જવાબદારી ઊભી કરી છે. તેમજ સદર ઠરાવ નગર પાલીકા અધિનિયમ કલમ ૨૫૮ અન્વયે રિવ્યૂ મોકલવાના બદલે જોગવાઈ વિરૂધ્ધ ના આ ઠરાવનો અમલ કરી ગંભીર વહિવટી ક્ષતિ કરેલ છે. પાલીકા ને નાણાં પંચ ના સ્વચ્છતા ના કામ બાબતે પચાસ લાખ ખર્ચ કરવા ઠરાવેલ હતું. જે મર્યાદા માજ ખર્ચ કરવા નો રહેતો હતો. પરતું ૧૪ માં નાણાં પંચ માં ચેકડેમ બનાવવાની તથા અન્ય કામો માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેમાં એક કરોડ અઢાર લાખ ની ગ્રાન્ટ બચત રહેવા પામી હતી જે ખર્ચ યોગ્ય પ્રક્રીયા કર્યા વગર કામ કરતી એજન્સીના વધારા નું કામ આપી ખોટી રીતે ખર્ચ કરેલ છે. અને નાણાં પંચ માં પચાસ લાખ ની ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં મર્યાદા માં ખર્ચ કરાયેલ નથી પરતું તેનાથી ચાર ગણો ૨,૦૬,૮૯,૩૦૫/- નો ખર્ચ અન્ય બચત ગ્રાન્ટ કોઈપણ મંજૂરી વગર વપરાશ કરી. ૧,૫૬,૮૯,૩૦૫/- ની વધુ રકમ નગર પાલિકા ની ગ્રાન્ટ વાપરી નાણાં નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જે કારણો સર પ્રાદેશિક કમિશનર દ્વારા ઠરાવ નં ૩૭ રદ કરવામાં આવ્યો છે.

છોટા ઉદેપુર નગર માં નગર પાલિકા માં રાત્રી સફાઇ માટે ટેન્ડર પ્રક્રિયા નિયમોનુસાર પચાસ લાખ ની મર્યાદા માં કરવાની હતી. પરતું નગર પાલિકા ના સત્તાધીશો દ્વારા ૧,૮૧,૧૫,૯૩૫/- રૂપિયાનો બારોબાર ઠરાવ કરી ચૂકવી દેવામાં આવ્યા છે. જે ઠરાવ પ્રાદેશિક કમિશનર દ્વારા રદ કરવામાં આવતા સમગ્ર નગર પાલીકા આલમ માં ભારે ફફડાટ ફેલાયો છે. જયારે જે તે કામ કરતી એજન્સી ને હજૂ રૂપિયા ૨૫,૭૩,૩૭૦/- ચૂકવવાના બાકી છે. જે અંગે જવાબદાર કોણ ? જે ભારે ચર્ચા નો વિષય નગરમાં બન્યો છે.

છોટા ઉદેપુર નગર માં ઓરસંગ નદી ઉપર જે ચેકડેમ બનાવવામાં આવ્યો તે સમયે છોટા ઉદેપુર નગર પાલિકા દ્વારા નાણાં પાણી પૂરવઠા વિભાગને આપવામા આવ્યા હતા તે બચત પૈકી રૂપિયા એક કરોડ અઢાર લાખ પાણી પુરવઠા વિભાગ દ્વારા નગર પાલિકા ને પરત આપવામા આવ્યા હતા. ચર્ચાઓ પ્રમાણે આ નાણાં રાત્રી સફાઇ માટે ચૂકવી દેવામાં આવ્યા હતા. ખરેખર આ નાણાં કપરા ઉનાળામાં પ્રજાને પાણી મળે તે ઉદ્દેશ્ય થી ઊપયોગ માં લેવાના હોય પરતું આ નાણાં નો ઉપયોગ રાત્રી સફાઇ માં કરવામાં આવ્યો અને નગરની જનતા આંતરે દિવસે પાણી લેવા મજબૂર બની હતી. જ્યારે કરોડો ખર્ચાયા પરતું નગર સ્વચ્છ થયુ નથી. નગર પાલિકા ના સ્વભંડોળ માં આર્થિક નુકશાન પહોચાડવાનું કામ થયુ હોય જેના કારણે આજે પણ નગર પાલિકા ના કર્મચારીઓ નો પગાર બે મહિને થાય છે. અને જરુરી કામકાજ અટકી રહયા છે.

છોટા ઉદેપુર નગર પાલિકા ના હાલ ના ચીફ ઓફિસર ભાવિનભાઇ બરજોડ ને પૂછતા તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત મ્યુનિસિપલ અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૫૮ હેઠળ પ્રાદેશિક કમિશનર ની કોર્ટ માં સુનાવણી ઠરાવ નં ૭૩ અને ઠરાવ નં ૩૭ રદ કરવા માટે ચાલતી હતી. જેમા ઠરાવ નં ૩૭ આખરે રદ કરવામાં આવ્યો છે અને દિન પંદર માં અહેવાલ મોકલવા જણાવવા માં આવ્યું છે તો અમે અહેવાલ મોકલી આપીશું. અને કલમ ૭૦ મુજબ જવાબદારો સામે કાર્યવાહી કરવા માં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here