છોટાઉદેપુરના દહેવાટ ખાતે ગતરોજ હાટ ભરાયો.. જેમાં આસપાસના આદિવાસીઓ ત્રાંસા અને પીહા સાથે હાટમાં ઝુમી ઉઠીયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા માં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે
90 ટકા% આદિવાસી વસ્તી ધરાવતો છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતા પણ વધારે મહત્વ હોળીનું છે. હોળીનો પર્વ ધામધૂમ પૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે. હોળી ના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે તેને ભંગોરીયા નો હાટ કહે છે. જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે. સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ ત્રાંસા અને પીહા લઈ નાચગાન પણ કરે છે. જ્યારે આજરોજ છોટાઉદેપુર તાલુકાના દહેવાટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ રામ ઢોલ ત્રાંસા સાથે ઝૂમી ઉઠી હતી. જ્યારે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. છોટાઉદેપુરના દહેવાટ ખાતે આજરોજ ગુરૂવાર દિવસે હાટ ભરાઈ છે જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદ કરવા અર્થે ઉમટે છે. પરંતુ હોળી અગાઉ ગુરુવારના દિવસે ભંગોરીયાનો ભરાતો હાટ બહુ ખાસ હોય છે. આજરોજ તા 21/3/24ના છોટાઉદેપુર નો ગુરૂવાર દેવાટ ભાંગોરીયાનો હાટ હોય નગરમાં રામઢોલ ત્રાંસા કરતાલો લઈને નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી. ભરાતા ભંગોરીયા માં માર્ગો પણ ખીચાખીચ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here