છોટાઉદેપુરના ઝોઝ ખાતે લીગલ એઈડ કલીનીક (કાનુની સહાય અને સેવા કેન્દ્ર) નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર અને તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા લીગલ એઈડ કલીનીક એટલે કે કાનુની સહાય અને સેવા કેન્દ્ર નું ઉદ્ઘાટન ઝોઝ ગામ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ડિસ્ટરિક્ટ મેજિસ્ટ્રેટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ લીગલ એઈડ કલીનીક ના પ્રારંભથી ગામ લોકોને કાનૂની સહાય તેમજ માર્ગદર્શન સરળતાથી મળી રહે, દરેક વ્યક્તિને જરૂરી કાનૂની માર્ગદર્શન મળી રહે અને કોઈ પણ વ્યક્તિ ન્યાય થી વંચિત ન રહે, સમાજમાં કાનૂની જાગૃતતા ફેલાય, લોકોને તેમના અધિકારોથી માહિતગાર કરી શકાય, સરકાર દ્વારા જે યોજનાઓ આપવામાં આવે છે તે યોજના નો લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે તેવા હેતુથી ઝોઝ ગામે જિલ્લા સેવા સત્તા મંડળ છોટાઉદેપુર તેમજ તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા ઝોઝ ખાતે લિગલ એઈડ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. : છોટાઉદેપુર ડિસ્ટિક મેજિસ્ટ્રેટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here