છોટાઉદેપુરના ઝંડા ચોક ખાતે વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજના ના લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પના ને સાકાર કરવાના ઉદ્દેશ થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ અને યોજના કીય માહિતી પહોંચાડવામાં આવી રહી છે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની યોજનાઓના લાભો ઘર આંગણે પહોંચાડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે તારીખ 26 ડિસેમ્બર 2023 ને મંગળવારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ઝંડા ચોક ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા જિલ્લા પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત ના અગ્રણીઓ એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું
આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉપસ્થિત નગરવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો ઘર આંગણે થી જ લાભ લેવા અનુરોધ કર્યો હતો ઉપસ્થિત મહાનુભવો ના હસ્તે રાજ્ય સરકાર સહ નગર પાલિકાની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સ્થળે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથમા કલ્યાણકારી યોજનાઓનું નિદર્શન કરાયું હતું અને સંકલ્પ યાત્રા ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે સરકાર ની વિવિધ યોજનાકીય માહિતીના ઉભા કરવામાં આવેલા સ્ટોલ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા વહીવટદાર, ચીફ ઓફિસર , જિલ્લા, તાલુકા ,શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો નગરજનો લાભાર્થીઓ, નગરજનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here