નસવાડી આઈ સી ડી એસ કચેરી નજીક સતત પાણીનો વેડફાટ થતા નજીકમા રહેતા રહીશો હેરાન પરેશાન

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકા પંચાયતમા આઇસીડીએસ કચેરી આવેલી છે જ્યાં 24 કલાક પાણીની ટાંકી ઓવરફ્લો થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે જેના કારણે ઠેરઠેર ગંદકી ફેલાય છે ગંદકીના કારણે મચ્છર જન્ય રોગ થવાની શક્યતાઓ વધી શકે છે નજીકમાં આવેલી સરકારી ક્વોટરમાં રહેતા લોકોને ગંદકીના કારણે મુશ્કેલીઓ પડી રહી છે અનેક વાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવતી અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય એવુ લાગે છે નસવાડી તાલુકા વિકાસ અધિકારી આ બાબતે ધ્યાન આપે એવી ક્વોટરમાં રહેતા લોકોની માંગ છે અને સતત આ પાણી વેડફાતા તયાં જાણે ગંદકીના સામ્રાજ્ય જેવી સ્થિતિ ઊભી થઈ છે અને આ વેડફાતા પાણીના કારણે ત્યાં ભૂંડો નો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને વધારા ની ગંદકી આ રખડતા ભૂંડ ફેલાવે છે જો આ ગંદકીના કારણે જો રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ તેવી ચર્ચાઓ ત્યાંના રહીશો કરી રહ્યા છે તો તંત્ર આ બાબતે ધ્યાન આપે અને વેડફાતા પાણી ને બંધ કરે અને થયેલી ગંદકીની વહેલી તકે સફાઇ થાય તેવી રહિશોની માંગ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here