ડીસા પંથકમાં માટીની ચોરી કરીને વગર મંજૂરીએ ચાલતા ઇટવાડા પર તંત્રના ચારેય હાથ માથે…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા જિલ્લા માં ખાણ ખનીજ વિભાગે અનેક ખનીજ માફિયા ને લાખો રૂપિયા નો દંડ આપ્યા ના અનેક દાખલા છે પણ બનાસકાંઠા ના ડીસા તાલુકાના મોટા ભાગ ના ગામો માં વગર મંજૂરીએ ચાલતા ઇટવાડા સામે હજુ કોઈ કાર્યવાહી નથી થઈ ગામ ની સીમ માં પંચાયત ની મંજૂરી વગર તાલુકા જિલ્લા ની મજૂરી વગર માટી ની ચોરી કરી ને ઇટવાડા નો વેપલો ફુલયો ફાલ્યો છે તાલુકા જિલ્લા અને ખાણ ખનીજ કાર્યવાહી ના નામે એકબીજા ને ખો આપી ને છટકી રહ્યું છે સામાન્ય ખેડૂત નું ટેક્ટર માટી ભરેલ પકડાય તો લાખો નો દંડ પણ ખુલ્લેઆમ માટી ની ચોરી સામે તંત્ર નિદ્રા માં આ ઘટના જ ક્યાંક ને ક્યાંક વહીવટ તરફ ઈશારો કરી જાય છે ઇટવાડા માં બાળ મજૂરો કામ કરી રહ્યા છે તો ક્યાંક પરપ્રતિય મજૂરો છે જેની નોંધણી પણ થતી નથી સાથોસાથ ઇટવાડા વાળા લીલા વૃક્ષો નું નિકંદન કાઢવામાં પણ આગળ છે છતાં તંત્ર સબ સલામત ના દાવા કરી રહ્યું છે ત્યારે ઇટવાડા બાબતે કાર્યવાહી ન કરી ને સીધી મીઠી નજર નો અહેસાસ કરાવી જાય છે જે કઈ વગર સબધે ન હોય પણ સબંધ કેવો સાચવે છે એ બાબત ને લઈ તંત્ર વિશે અટકળ ચાલે છે કારણ કે કર્યાવહી ન કરી ને પર્યાવરણ નું નખ્ખોદ નિકાલનાર ઇટવાડા ને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here