ગુજરાત સિપાહી સમાજ શિક્ષણ ઓર્ગેનાઇજેશન અને ઘાંચી યુવા સંગઠન દ્વારા ઇમ્પોર્ટ,એક્સપોર્ટ માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

ગત તા.૪/૧/૨૦૨૨ નાં રોજ ગુજરાત સિપાહી સમાજ શિક્ષણ ઓર્ગેનાઇજેશન અને ઘાંચી યુવા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવેલ હતું તેમાં ઇમ્પોર્ટ,એક્સપોર્ટ સેમિનારમાં વિસાળ સંખ્યામાં સિપાહી તેમજ ઘાંચી સમાજનાં યુવાનો અને વડીલો જોડાયા હતા.
સિપાહી સમાજનાં 41 યુવાનો રજીસ્ટ્રેશન દ્વારા જોડાયેલ હતા અને ભાવનગર, સુરત, આણંદ . નડિયાદ નાં કુલ 30 સિપાહી યુવાન ઘાંચી સમાજનાં આગેવાનો નાં સંપર્ક થી આવેલ હતા જેઓ અમદાવાદ સિપાહી સમાજની પરફેકટ પારદર્શક કામગિરી અને પ્રવુતિથી ખુશખુશાલ થઇ ગયેલ હતા અને પોતાના કુટુંબના સભ્યો મળતા હોય તે રીતે બધાને મળેલ હતા
*ઈન્ટરનેશનલ સ્પીકર શ્રી પરેશ સોલંકી એ દુબઈ, સિંગાપુર તેમજ અન્ય દેશોમાં કઈ રીતે વ્યાપાર કરવો તે અંગેની જાણકારી આપેલ હતી તેમજ લોકોના મગજ માં મુંઝવતા દરેક પ્રશ્નોનાં જવાબ આપેલ હતા ડો મહેબુબ કુરેશી વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર તેમજ પ્રેસિડેન્ટ ગુજરાત સિપાહી સમાજ શિક્ષણ ઓર્ગેનાઈજેશન એ આયાત અને નિકાસ તેમજ એક્સપોર્ટ બીઝનેસ દ્વારા ભારત દેશને મળતા હૂંડિયામણ તેમજ માનનીય વડાપ્રધાન શ્રી મોદીસાહેબ દ્વારા સફળ કાર્યક્રમ સ્ટાર્ટઅપ અને વિદેશવ્યાપાર નાં ફાયદા વિશે સમજાવેલ હતાં આ ઉપરાંત શ્રી વર્લ્ડ ઘાંચી ઓર્ગેનાઇજેશન નાં શ્રી ઇરફાનભાઈ લોખંડવાલા અને ગુલુભાઈ પાયક દ્વારા કાર્યક્રમ નો હેતુ સમજાવવામાં આવેલ હતું
આ કાર્યક્રમમાં GSSEO તેમજ ASS નાં શ્રી માજીદખાન પઠાણ ઉપપ્રમુખ, શ્રી સિકંદરભાઈ કુરેશી, ઉસ્માનભાઈ કુરેશી સેક્રેટરી, પ્રવક્તા,શ્રી અમન કુરેશી સેક્રેટરી, શ્રી મહંમદઅમીન ખોખર ekhokhar.com ની સ્થાપના કરનાર અને અયાજભાઈ મિર્ઝા સહ ખજાનચી, કમરભાઈ ફારૂકી બેંક ઓફિસર, અયુબભાઈ સૈયદ, અલ્ટમશ શેખ, સરફરાઝ પઠાણ,કાસિમ શેખ, આદીલ શેખ, અરબાઝ ખાન પઠાણ ફહાદ શેખ ઉપસ્થીત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ
સેમિનારની ભવ્ય સફળતા બદલ મુખ્ય સલાહકાર શ્રી ઈમ્તિયાઝ શેખ સાહેબ (SP.ATS,MTF), ડો. કયુમ કુરેશીસર મેનેજિંગ ટ્રસ્ટી શાંતિનિકેતન હાઈસ્કૂલ અમદાવાદ, શ્રી ઉસ્માનભાઈ ગોરી દિવ્ય ન્યૂઝ ચેનલ, ડો સાજિદ બેલીમ સર મેનેજિંગ ટ્રસ્ટી રાઈટ વે સ્કૂલ, અબ્દુલભાઈ પઢીયાર સિવિલ એન્જિનિયર , યાવરખાન મલેક જાગીરદાર, જાવેદભાઈ ઘાસુરા મહામંત્રી એ અભીનંદન આપેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here