ગોધરા : ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે સદભાવના મિશન ક્લાસ બહારપૂરાના ગરીબ બાળકોએ શિક્ષક દિનની ઉત્સાહ પુર્વક ઉજવણી કરી

ગોધરા, (પંચમહાલ) સંજય સોલંકી :-

ભારત દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બર રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે બધા બાળકો શિક્ષકોનો આભાર માને છે. શિક્ષક દિવસ મુખ્ય રૂપમાં દેશનાં બીજા રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ પર દેશ ભરમાં ઉજવવામાં આવે છે.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ ક્લાસ અભ્યાસ છેલ્લાં 14 વર્ષથી બાળકોને મફત શિક્ષણ સાંજે પાંચ વાગ્યે તમામ સમાજના બાળકોને શિક્ષણ એક મુસ્લિમ સમાજનો મશહૂર શિક્ષકશ્રી ઈમરાન સાહેબ કોઈ નાત જાત કે ઉચનીચ જોયાં વગર એક મંદિરમાં આપી રહ્યા છે શિક્ષકશ્રી ઈમરાન સાહેબ બાળકોનું ભવિષ્યનું સિંચન કરવા અથાગ પરિશ્રમ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ થકી આગળ વધારીને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા છે
આજે રોજ 5 સપ્ટેમ્બર રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં થનગની રહ્યા એવા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના ગરીબ બાળકોએ શિક્ષક દિનની ઉત્સાહ પુર્વક ઉજવણી કરી હતી એક શિક્ષક તરીકે ફરજ કેવી હોય છે એની એનો અનુભવ કરવા માટે બાળકોને શિક્ષણ આપવા તૈયાર કરવા એક દિવસ માટે શિક્ષિકા તરીકે ફરજ બજાવનારી વિધાર્થીનીઓ (1)સોલંકી મહેક સંજય (2)પઢિયાર મિતાલી સુનીલ (3)મારવાડી ધર્મિષ્ઠા કાળીદાસ (4)ચૌહાણ નૈત્રા જયંતિ (5)સોલંકી પુર્વી સુરેશ (6)સોલંકી ક્રિર્તિકા તુલસીભાઇ (7)પારંગી અંજલિ કલ્પેશભાઈ (8)પારંગી અક્ષરા કલ્પેશભાઈ. પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતી પઢિયાર નવ્યા મનોજ વહીવટદાર તરીકે ફરજ બજાવતી મારવાડી જલ્પા સુરજભાઈ પટાવાળા તરીકે ફરજ બજાવતા ચૌહાણ યુવરાજ, મેધવાળ મિલન વગેરેએ જહેમત ઉઠાવી એક દિવસ માટે શિક્ષણ કાર્ય કેવું હોય છે તેનો અનુભવ થયો હતો. જે દિકરીઓએ શિક્ષિકા તરીકે ફરજ બજાવી હતી તેમને અલગ અલગ વિષયો આપવામાં આવી હતી જેની પુર્વ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી કોણ ક્યાં ધોરણમા અભ્યાસ કરાવશે તેની સખત મહેનત કરી હતી સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ લગાતાર આપતાં શિક્ષકશ્રી ઈમરાન સાહેબ તમામ બાળકોને શિક્ષણ આપે છે અને કેવો અનુભવ થાય છે તેની ઝલક એક દિવસ અભ્યાસ કરાવવામાં આવતાં એટલે 5 સપ્ટેમ્બર રોજ શિક્ષક દિનની ઉજવણી કરી તેનો અનુભવ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ આપી લીધો હતો આવા સંજોગોમાં શિક્ષણ આપવામાં કેટલી મહેનત કરવી પડે છે અને કેવા પ્રકારના અનુભવ થાય છે તેનો ખ્યાલ આવ્યો. શિક્ષકશ્રી ઈમરાન સાહેબ સુચનો મુજબ બાળકોએ શિક્ષક દિનની ઉત્સાહ પુર્વક ઉજવણી કરી હતી.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ લઇ રહેલ તમામ બાળકો અને એક દિવસ માટે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી વિધાર્થીનીઓ અને પ્રિન્સિપાલ, વહીવટદાર તરીકે ફરજ બજાવતી વિધાર્થીની, પટાવાળા તરીકે ફરજ બજાવતા વિધાર્થીઓ અને વાલીઓ, સ્થાનિક લોકો અને મહિલાઓ 5 સપ્ટેમ્બર રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તે બાળકને જોઇને શિક્ષકશ્રી ઈમરાન સાહેબનો તમામ સમાજનાં લોકોએ આ દિવસની ઉજવણી પર આભાર માન્યો અને આવા દિવસે આટલું સુંદર કામગીરી કરી તે બદલ બે હાથ જોડીને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here