ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ તાલુકાના મસવાડ ગામે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ આઈ.કે. બાયો એનર્જી કંપનીની સામે આવેલ એક સેડવાળા ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૯૯ પેટીઓ સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા…

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

વિદેશી દારૂની પેટીઓ નંગ -૯૯ જેમા બોટલો નંગ- ૧૧૮૮ કી.રૂ. ૩,૪૦,૮૧૨ / તેમજ મોબાઈલ ફોન નંગ -૨ કી.રૂ .૧૦,૦૦૦ / – એમ મળી કુલ કી.રૂ .૩,૫૦,૮૧૨ / -ના પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , હાલોલ તાલુકાના મસવાડ ગામે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ આઈ.કે. બાયો એનર્જી કંપનીની સામે આવેલ એક સેડવાળા ગોડાઉનમાં રોહીત ઉર્ફે કાંતીલાલ રત્નાજી ઉર્ફે રતીલાલ મારવાડી સેન રહે . હાલ ૬૦૧.બી સાચોના અરાઈઝ દાસ્તાન સર્કલની બાજુમા એસ.પી. રીંગ રોડ નિકોલ અમદાવાદ શહેર મુળ રહે . ગામ તવાવ તા.જશવંતપુરા જી.ઝાલોર રાજસ્થાન તથા હીતેશકુમાર હજારીરામ રહે.કલબીવાસ મંડાર સીરોહી રાજસ્થાન નાઓ બંન્ને ભેગામળી ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને નોકરો મારફતે સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરાવતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.

( ૧ ) મેકડોલ્સ નં .૧ કલેક્શન વ્હીસ્કીની પેટીઓ નંગ -૬૯ જેમાં બોટલો નંગ -૮૨૮ કિ.રૂ .૨,૩૯,૨૯૨ / ( ૨ ) રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કીની પેટીઓ નંગ -૨૨ જેમાં બોટલો નંગ -૨૬૪ કિ.રૂ .૭૧ , ૨૮૦ ( ૩ ) ઓલ સેશન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કીની પેટીઓ નંગ -૮ જેમાં બોટલો નંગ -૯૬ કિ.રૂ .૩૦,૨૪૦ / ( ૪ ) મોબાઈલ ફોન નંગ -૨ કી.રૂ .૧૦,૦૦૦ / પકડાયેલ આરોપીનું નામ ( ૧ ) શંકરલાલ s / a વેજાભાઇ વડેરા રહે . ઝોલાવટ વડેરા ફળીયું તા.બાગીડોરા જી.બાસવાડા રાજસ્થાન ( ૨ ) રાજેશ ઉર્ફે સુનીલ બાપુલાલ વડેરા રહે . ઝોલાવટ વડેરા ફળીયું તા.બાબીડોરા જી.બાસવાડા રાજસ્થાન વોન્ટેડ આરોપીઓનું નામ ( ૧ ) રોહીત ઉર્ફે કાંતીલાલ રત્નાજી ઉર્ફે રતીલાલ મારવાડી ( સેન ) રહે , હાલ ૬૦૧.બી સાચોના અરાઈઝ દાસ્તાન સર્કલની બાજુમા એસ.પી. રીંગ રોડ નિકોલ અમદાવાદ શહેર મુળ રહે . ગામ તવાવ તા.જશવંતપુરા જી.ઝાલોર રાજસ્થાન ( ૨ ) હીતેશકુમાર હજારીરામ રહે.કલબીવાસ મંડાર સીરોહી રાજસ્થાન ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here