મોડાસા નગરના 9 વર્ષની મલીહા સોહેલભાઈ બાકરોલીયાએ રમજાન માસના પુરા રોજ રાખી અલ્લાહની ઇબાદત કરી

મોડાસા, (અરવલ્લી) વસીમ મોડાસા :-

આજે મુસ્લિમ ધર્મમાં ધૈર્ય, શ્રદ્ધા અને સંયમનું અનુકરણ કરાવતા પવિત્ર રમઝાન માસનો મહિનો પૂર્ણ થઈ ગયો છે આજરોજ ઇદનો ચાંદ દેખાઈ આવતા તમામ રોજદારો સહિત મુસ્લિમોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે, જેમાં મોડાસા નગરની એક માસૂમ નવ વર્ષની મલીહા (જીમ્મી) એ પોતાના પર રોજા ફર્ઝ ન હોવા છતાં આખા મહિનાના રોજા પૂર્ણ કરી ભુખ અને તરસ ઉપર વિજય મેળવ્યો હતો.. જેને ઇસ્લામી ભાષામાં એવું કહી શકાય કે ધૈર્ય અને સંયમ દાખવી અલ્લાહના હુકમનું પાલન કર્યું હતું…નવ વર્ષની કુમળી વયે રોજો રાખનાર મલીહા એ સોહેલભાઈ બાકરોલીયાની પુત્રી છે.. હાલની કાળઝાળ ગરમીમાં 14 કલાક ભૂખ્યા તરસ્યા રહી રોજો રાખનાર એક માસુમ દીકરીએ અલ્લાહની મન ભરીને ઈબાદત કરી હતી અને એક ઉદાહરણ પુરૂ પાળ્યુ છે જે મોટા માણસો નથી કરી સકતા તે આ નાના દીકરીએ કરી બતાવ્યું છે તેમજ આ જેનબે રોજો રાખી દેશ દુનિયા અને પરિવાર માટે ખુબ દુવાઓ કરી હતી અને બાકરોલીયા પરિવારે દિકરી સાથે રોજો ઇફ્તાર કરી રોજો ઇફ્તારના વધામણાં કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here