મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા-૬ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના આરોપીને ઝડપી પાડવામાં મોડાસા-અરવલ્લી જીલ્લા પોલીસ ટીમને મળેલ સફળતા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ,ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ સાહેબ અરવલ્લી નાઓએ છેલ્લા ઘણા સમયથી ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી ન્યાયની પ્રક્રીયા ઝડપી બનાવવા સારૂ જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ .આગામી દિવસોમાં લોકસભા ૨૦૨૪ ચુટણી યોજાનાર હોઇ જે અન્વયે રેન્જ ક્ક્ષાએથી મળેલ સુચના અનુસાર રાજસ્થાન રાજયના ડુંગરપુર જીલ્લાના છેલ્લા ઘણા સમયથી ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા સારૂં પો.સબ.ઇન્સ શ્રી જી.આર.ચૌધરી અરવલ્લી-મોડાસા નાઓના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓની એક ટીમની રચના કરેલ અને નાસતા ક્રૂરતા
આરોપીઓને ઝડપી લેવા સારૂ જરૂરી સુચના તથા માર્ગદશન આપેલ તે અન્વયે પો.સબ.ઇન્સ શ્રી તથા ટીમના પોલીસ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રવાના થયેલ અને સ્થાનીક બાતમીદારો ઉભા કરી આરોપીઓ વિશે માહીતી મેળવતા ચોકકસ બાતમી હકીકીતા મળેલ કે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.નં-૫૦૩૫/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫-
એ,ઇ,૯૮(૨),૮૧,૧૧૬(બી) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી બહાદુરભાઇ જયંતીભાઇ ડામોર રહે-તલૈયા તા-બીછીવાડા જી-ડુંગરપુર (રાજસ્થાન) નાઓ પોતાના ઘરેથી હીમતનગર તરફ જનાર છે.અને તે દાવલી પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભેલ હોવાની ચોકકસ બાતમી હકીકત આધારે આરોપીને ઝ્ડપી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી કરવા સારૂ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
આમ,અરવલ્લી જીલ્લા પોલીસ ટીમને છેલ્લા છ-વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં
સફળતા મળેલ છે. તા.૦૧/૦૪/૨૦૨૪
પકડાયેલ આરોપી –
બહાદુરભાઇ જયંતીભાઇ ડામોર રહે-તલૈયા તા-બીછીવાડા જી-ડુંગરપુર (રાજસ્થાન)
કામગીરી કરનાર અધિકારી /કર્મચારી
(૧) શ્રી.જી.આર.ચૌધરી પો.સબ.ઇન્સ
(૨) અ.હે.કો મુકેશભાઇ અમરાભાઇ
(૩) પો.કો રણવીસિંહ રણજીતસિંહ
(૪) પો.કો નરેન્દ્રસિહ મોરારદાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here