ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા ઉત્કર્ષ માટે “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન વિવિધ થીમ હેઠળ “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરાશે

“નારી વંદન ઉત્સવ” ની સાપ્તાહિક ઉજવણી નર્મદા જિલ્લાની આદિજાતિ બહેનોના જીવનશૈલીમાં સકારાત્મક બદલાવને સુનિશ્ચિત કરશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા તથા મહિલા ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી કરાશે. જેને અનુલક્ષીને નર્મદા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પણ પ્રત્યેક મહિલાઓને સન્માનિત, પ્રોત્સાહિત અને માર્ગદર્શિત કરવા માટે જિલ્લામાં નારી વંદન દિવસની સાપ્તાહિક ઉજવણી કરાશે.

રાજ્ય સહિત નર્મદા જિલ્લાની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારિરીક તેમજ સર્વાંગી વિકાસ થાય, જિલ્લાની મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબન અને ઉત્સાહભેર જીવન જીવે તે માટે તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ‘મહિલા સુરક્ષા દિવસ-, બેટી બચાવો, બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની તબક્કાવાર ઉજવણી કરાશે.

આ ઉજવણીનો મુખ્ય આશય મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને ઉજાગર કરીને પ્રેરિત કરવાનો છે. મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે શરૂ કરેલી ૧૮૧ અભિયમ હેલ્પ લાઈન પ્રોજેક્ટ તથા માતા અને દીકરીઓ ગુણવત્તાસભર અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવે તે માટે સંવેદનશીલ રાજ્ય સરકારે હરહંમેશ ચિંતિત રહી નારી ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ નર્મદા જિલ્લાની આદિજાતિ બહેનો-દીકરીઓને મળે તેમજ નારી શક્તિને પ્રોત્સાહિત કરવા જિલ્લા વહિવટી તંત્રએ હંમેશા પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નારી વંદન ઉત્સવની ઉજવણીમાં નર્મદા જિલ્લા વહિવટી તંત્રની જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ, પોલીસ, આરોગ્ય, શિક્ષણ, આઈ.સી.ડી.એસ., રોજગાર, ઉદ્યોગ, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સહિત વિવિધ વિભાગો સાથે લીડ બેન્ક પણ ઉત્સાહ ભેર ભાગીદારી નોંધાવશે. નર્મદા જિલ્લામાં નારી વંદન ઉત્સાહની ઉજવણીના બહોળા પ્રચાર-પ્રસારમાં જિલ્લા માહિતી કચેરીની ભૂમિકા પણ અતિમહ્ત્વની બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here