કાલોલ : લૂંટના ગુન્હાના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી કાલોલ પોલીસ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.જે.રાઠોડ સાહેબ હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.એમ સંગાડા સાહેબ હાલોલ સર્કલ નાઓએ માર્ગદર્શન આપેલ હોય.

કાલોલ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૩૦૯૮૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૯૨,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હાના કામે બે આરોપીઓએ હિરો કંપનીની મો.સા. નં-GJ-17-CB-8431 ઉપર આવી લુંટ કરેલ હોય જે મો.સા. નંબર પોકેટકોપ તથા ઇ-ગુજકોપ માં સર્ચ કરી જોતાં માલિકનું નામ- મહેરાજકુમાર ગૌરીશકુમાર પારેખ રહે.કાલોલ વૃંદાવન પાર્ક સોસાયટી તા-કાલોલ નો હોવાનું આવેલ જેથી ઉપરોક્ત નંબરની મો.સા. તથા આરોપીઓની અંગત બાતમીદારો થકી હકિકત મેળવતાં ચોક્કસ બાતમી હકિકત મળેલ કે એક હિરો કંપનીની મો.સા. નં-GJ-17-CB-8431 ઉપર બે ઈસમો બેસી હાલોલ થી કાલોલ તરફ આવે છે તેવી બાતમી આયારે કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઇન્સ. શ્રી જે.ડી.તરાલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કાલોલ બોરૂ ટર્નિંગ પાસે વોચ તપાસમાં રહી બંને આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી લુંટનો ગુન્હો ડીટેકટ કરી પકડાયેલ બંને ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓના નામ :-*

(૧) મહેરાજકુમાર ગીરીશકુમાર પારેખ રહે.કાલોલ વૃંદાવન પાર્ક સોસાયટી તા-કાલોલ જી-પંચમહાલ(૨)વિજયકુમાર ગોવિંદભાઇ બજાણીયા હાલ રહે. કાલોલ વૃંદાવન સોસાયટી તા-કાલોલ જી-પંચમહાલ મુળ રહે, કોઠંબા જનતા કોલોની તા-લુણાવાડા જી-મહિસાગર

*કબજે કરેલ મદ્દામાલ —*

(૧) વાદળી કલરનો રેડમી (MI) કંપનીનો મોબાઈલ ફોન જેની આશરે કિ.રૂ.૪૦૦૦/- (૨) આછા વાદળી કલરનો વીવો કંપનીનો મોબાઈલ ફોન જેની આશરે કિં.રૂ.૫૦૦૦/-
(૩) ગુલાબી કલરનો આઈફોન જેની આશરે કિં.રૂ.૨૦,૦૦૦/-
(૪) ભુરા કલરનો રેડમી કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિ.રૂ.૪૦૦૦/-
(૫) હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં-GJ-17-CB-8431 જેની આશરે કિં.રૂ.૨૦,૦૦૦/-
(૬) રોકડા રૂપિયા-૮૦૦/-
(૭) છરો-૧ જેની આશરે કિં.રૂ. ૧૦/- ડીટેક્ટ થયેલ ગુન્હો :- કાલોલ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૩૦૯૮૧/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૩૯૨,૫૦૬(૨), ૧૧૪

*કામગીરી કરનાર-*

> શ્રી જે.ડી.તરાલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કાર્લોલ પોલીસ સ્ટેશન (૧) અ.હે.કો. ચંદનસિંહ ગોવિંદસિંહ બ.નં.૧૦૭૨ (૨) અ.પો.કો. અરવિંદભાઈ રમણભાઈ બ.નં.૧૦૯૭ (૩) આ.પો.કો. નરેશકુમાર જશવંતસિંહ બ.નં.૧૪૧૬ (૪) આ.પો.કો. સુરેશભાઈ ગોવિંદભાઈ બાન ૦૭૬૮ (૫) આ.પો.કો. આશિષભાઈ જોતીભાઈ બ.નં.૮૨૫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here