ગુજરાત ઊર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા માનનીય ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની રૂબરૂ મુલાકાત કરાઈ…

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

આજ રોજ તા ૧૯/૦૯/૨૦૨૨ ના રોજ ગુજરાત ઊર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા માનનીય ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી વિદ્યુત સહાયક કેટેગરીના કર્મચારીઓ અને અધિકારીઓ ના વિદ્યુત સહાયક નો સમયગાળો જે પાંચ વર્ષ કરવામાં આવેલ હતો તેને જૂના યથાવત રાખી ૩/૨ વર્ષ નો સમયગાળો કરવાની મંજૂરી આપેલ છે આ મિટિંગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતી મમતા વર્મા મેડમ, મેનેજિંગ ડિરેકટર શ્રી જયપ્રકાશ શિવહરે સાહેબ, મેમ્મબર એડમીન શ્રી રવિશંકર સાહેબ, ઊર્જા વિભાગના સેક્રેટરી શ્રી મનોજ પટેલ સાહેબ તથા જનરલ મેનેજર શ્રી રાણપરા સાહેબ તથા શ્રી રાય સાહેબ ઉપસ્થિત રહેલા .
આજ રોજ ત્રણ તબક્કા માં સદર બાબતે મિટિંગ કરવામાં આવેલ તથા છેલ્લે આ સંતોષ કારક નિર્ણય મેળવી શકાયેલ છે.
ઉપરોકત બાબતે સંયુકત સંકલન સમિતિ દ્વારા ગુજરાત સરકાર , ઊર્જા વિભાગ અને જીયુવીએનએલ મેનેજમેન્ટ તથા પ્રમુખ શ્રી ઓ શ્રી ગોરધનભાઈ ઝડફીયા , શ્રી ભરતભાઈ પંડ્યા નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here