મોડાસા : આઝાદીના 75 માં વર્ષની ઉજવણી સમયે શહિદ થનાર મોહમ્મદ અબરારના પરિવારને સરકાર તરફે મળી રૂ. 4 લાખની સહાય…

મોડાસા, (છોટાઉદેપુર) વસીમ શેખ :-

આજ થી 18 મહિના પેહલા 15 મી ઓગસ્ટના રોજ સમગ્ર ભારત સહિત મોડાસા નગરમાં આઝાદીના 75 માં વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરેલ જેમાં મોડાસા નગરમાં ખુબ જ હર્ષોલ્લાસ પૂર્વક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, તે સમયે માનનીય મુખ્ય મંત્રી સાહેબ અને રાજ્ય પાલ સાહેબના હસ્તક રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો તે સમયે મોડાસા નગરમાં એક નવ જવાન યુવાન રાષ્ટ્ર ધ્વજને બચાવવા માટે ટાવર ઉપરથી નીચે પટકાયેલ જેથી તે દેશ માટે શહીદ થયેલ તે બાબતની રજૂઆત માટે મોડાસાના એવા સુન્ની મુસ્લિમ ઘાચી સમાજ …મોહસીન ને આજામ મિશન ..નિશુલ્ક માર્ગદર્શન કેન્દ્…ઉસ્માન લાલા ..સરફરાઝ લીમડા…સાજીદ ભાઈ ખાનજી..તથા અન્ય સમાજના લોકો દ્વારા પ્રયત્ન કરેલ અને આજે આ કામ તમામના પ્રયત્ન કરી કામગીરી પૂર્ણ કરેલ જેમાં અલ્ફેજ સુથારે પણ ખુબ પ્રયત્ન કરેલ. તે તમામનો અને કે કોઈ ને પણ આ બાબતે પ્રયત્ન કરેલ તે બદલનું તમામનો આભાર વ્યક્ત કરી પૂર્વ નગર પાલિકા પ્રમુખ જલ્પા બેન ભાવસાર અને તેમની ટીમ દ્વારા પણ ગાંધીનગર ખાતે ભલામણ પત્ર લખેલ તે બદલ તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી આજે શહિદ મોહમ્મદ અબરારના પરિવારને માનનીય મુખ્ય મંત્રી સાહેબ અને કલેક્ટર સાહેબના આદેશથી રૂપિયા 4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here