સુરત : પલસાણા પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા વિદેશી દારૂના કરોબારનો ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પર્દાફાશ…

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી એમ.બી.રાણા સાહેબને બાતમી હકિકત મળેલ કે, “સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામ ખાતે હળપતિવાસ ફળીયામાં રહેતો જયેશભાઇ ઉર્ફે ગુલીયો પરમાર નામનો માણસ પોતે તથા પોતાના મળતીયા માણસો મારફતે પોતાના મકાનની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂ વેચાણ કરી/કરાવે છે.” તે માહિતી આધારે તા.૧૯/૦૯/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ.૪૩,૨૩૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧,૧૧,૩૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુધ્ધ સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here