નર્મદા જીલ્લામાં “કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” સહાય યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” માટે સહાય બાબતની યોજના માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા તા.૧૨/૦૯/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવાનું નક્કી થયેલ છે. જેની નોંધ બાગાયતી ખેતી સાથે સંકળાયેલ ખેડુત મિત્રોએ લેવી તે માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭ માં નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામક ની કચેરી, રૂ.નં.૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવા સદન, નર્મદા-રાજપીપલા ખાતે જમા કરવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે આપના તાલુકાના બાગાયત અધિકારી તથા નાયબ બાગાયત નિયામક-નર્મદા ફોન નં.૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા તેમજ વધુ યોજનાની માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવાથી તમામ માહિતી ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here