બનાસકાંઠા : કાંકરેજ તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરપંચોના ૬૨ અને સભ્યોના ૧૪૪ ના ઉમેદવારી પત્રો ભરાયાં

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતો ની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો નો ભારે ઘસારો જોવા મળે છે.

રણાવાડા (જાગીર)માં સરપંચ તરિકે વશરામભાઈ રાવલ ને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે અરડુવાસ ગ્રામ પંચાયત સરપંચ તરીકે કણલિયા ભારતીબેન વાલજી ને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે શિહોરી સરપંચ તરીકે ડાભી ઝેનુભા મફાજી એ પોતાના ટેકેદારો સાથે સરપંચ નું ફોર્મ રજૂ કર્યું છે અને ત્યારે ગ્રામ્ય વિસ્તારના કબોઈ ગામે જેણીબેન કાનસિંહ સોલંકી, ગજરાબેન સાબાજી ઠાકોર કબોઈ,તખીબા ચપુભા સોલંકી કબોઈ, ઓગણવાડા મજુબા દસરતભા,વદાબેન દેવજીજી ગામ જમણાપાદર પોતાની ઉમેદવારી નોંધાવી ને ચુંટણી ના બ્યુગ્લ ફૂંકી દીધાં છે ત્યારે સમરસ ગ્રામ પંચાયતો માં આકોલી. પાદરડી. અરણીવાડા. રણાવાડા(જાગીર). અરડુવાસ સહિત અન્ય ગ્રામ પંચાયતો નો સમાવેશ થાય છે ત્યારે હવે દરેક જગ્યાએ રાજકીય ક્ષેત્રે ગરમાવો વ્યાપી ગયો છે અને ઠેર ઠેર ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ખાટલા બેઠકો અને મીટીંગો નો દોર શરૂ થઈ ગયો છે જેમ જેમ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે કલાકો પસાર થવાની સાથે ઉમેદવારો અને રાજકીય આગેવાનો દ્વારા સમરસ ગ્રામ પંચાયતો થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here