છોટાઉદેપુરથી મોરબી જતી બસ રોડ ડીવાઇડરને અથાડતા બસને નુકસાન… દ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરથી મોરબી જતી એસ ટી બસ નંબર જીજે 18ઝેડ 9512 મોરબી ટંકારા રૂટ ઉપર હતી તે સમયે રફ ડ્રાઇવિંગ ના કારણે બસને નુકસાન થયું હોય અને એસટી નિગમને આર્થિક નુકસાન થયું હોય જેના ભાગરૂપે સિનિયર એસટી ડેપો મેનેજર જે.આર બુચ દ્વારા આક્રમક અને સજાકીય પગલાં ભરવામાં આવ્યા હતા. અને એસટી ડ્રાઇવર સોઢા પરમાર હરીશ ને સર્વિસ રેગ્યુલેશન કલમ 82 અન્વયે તાત્કાલિક અસરથી ડ્રાઇવર તરીકેની નોકરીમાંથી તા 13/4/24 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર થી મોરબી જતી છોટાઉદેપુર ડેપોની એસટી બસ તા 10/4/24ના રોજ મોરબી ટંકારા રોડ ઉપર હોય તે સમયે વાહન ચાલક ની નિષ્કાળથી અને બેદરકારી ભર્યા રફ ડ્રાઇવિંગના કારણે વાહનની કંડકટર સાઈડ આગળ બોડી ડેમેજ કરી હોય તેમજ નવીન સ્લીપર વાહનનો વિન્ડસ્ક્રીનગ્લાસ તૂટી ગયો હોય જેના કારણે છોટાઉદેપુર મોરબી ટંકારા શિડયુલ અને નિયત સમય કરતા લેટ જવાથી તેમજ વાહન બદલતા તેની અસર આવક ઉપર થઈ હોય જેથી નવીન વાહનને નુકસાન થતાં એસટી નિગમને આર્થિક નુકસાન થયું છે. જે અંગે વાહન ચાલક સોડા પરમાર ને એસટી ડેપો મેનેજર જે આર બુચ દ્વારા દ્રાઈવર ની ફરજમાંથી (ફરજ મોકૂફ) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડેપો મેનેજર ના કડક પગલાં ભરવાથી સમગ્ર છોટાઉદેપુર એસટી ડેપો ના ડ્રાઇવરોમાં હફડાટ ફેલાયો હતો.
જ્યારે ડેપો મેનેજર દ્વારા કરેલ હુકમ માં જણાવ્યું છે કે સસ્પેન્શન સમયગાળા દરમિયાન સર્વિસ રેગ્યુલેશન કલમ નંબર 83 (બી) મુજબ વેતન મળવાને પાત્ર થશે તેમજ નિયમિત રીતે ટેપો મેનેજર કરજણ સમક્ષ દરરોજ સવારના 10:30 કલાકથી 18:10 કલાક સુધી હાજરી પુરાવાની રહેશે તેમજ ડેપો મેનેજર કરજણ ની પૂર્વ મંજૂરી સિવાય હેડ ક્વાર્ટર છોડી શકાશે નહીં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here