શહેરા નગરમાં કોરોનાનો પ્રકોપ યથાવત… છેલ્લા ત્રણ દિવસમાં ૮ કેસો સામે આવ્યા

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

શહેરા નાગરમાં માનવભક્ષી એવો કોરોના ધીરે-ધીરે વરવું સ્વરૂપ ધારણ કરવાની અગ્રેસરમાં છે જેમાં ૧૫ ઓગસ્ટથી લઈ સોમવાર સુધી ૩ દિ’ માં ૮ કોરોના સંકર્માણના મામલા સામે આવ્યા છે. જુલાઈ સુધીમાં કોરોના સંક્રમણના જૂજ મામલા સામે આવ્યા હતા, પરંતુ ઓગસ્ટ મહિનામાં સ્થાનિક સંક્રમણ વધતા એકદમ જ કોરોના સંક્રમિતના મામલામાં વધારો થવા પામ્યો છે.જેમાં શહેરા તાલુકાના ખાંડા તેમજ ગુણેલી ગામમાં એક એક સંક્રમિતના મામલા નોંધાયા છે તો શહેરા નગરમાં શિવમ સોસાયટીમાં ૨,પંચવટી સોસાયટીમાં ૧ જ્યારે વ્યાસવાડામાં ૩ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે.પ્રાંત અધિકારી જય બારોટ, મામલતદાર શહેરા અને આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવીની સાથે તમામ સ્થળોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સર્વેનું કામ આરોગ્યની ટુકડી દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ કોરોના સંક્રમિતો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ૩૮ પૈકીના કેટલાક કોરોના સંક્રમિતો ને સરકાર ની કોવિડ-૧૯ ની નવી માર્ગદર્શિકા મુજબ હોમ આઇસોલેટેડ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here