એજન્સીઓ અને અધિકારીઓની મીલીભગત થી મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાના સરપંચોના આરોપ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લામા મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવામાટે કરાતા ઈ ટેન્ડરિંગ રદ કરવા ની માંગ-આંદોલનની ચીમકી

ધારાસભ્ય મહેશ વસાવા સહિત ડેડીયાપડા તાલુકાના સરપંચોએ TDO ને આવેદનપત્ર આપ્યું

નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ઓને રોજીરોટી પુરી પાડવા માટે શરુ કરાયેલ કેન્દ્ર સરકાર ની મનરેગા યોજના મા કરોડો રુપિયા ના ભ્રષ્ટાચાર એજન્સીઓ અને અધિકારી ઓ ની મીલીભગત થી આચરવામાં આવતા હોવાનાં મનરેગા યોજના ના મુળ મા રહેલા સરપંચો એ આરોપ લગાવ્યા છે.યોજના ની કેટલીક સિસ્ટમ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
નર્મદા જીલ્લા ના
દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા ની અધ્યક્ષતા મા તાલુકા ના સરપંચો ની બેઠક મળી હતી જેમાં પ્રજાલક્ષી કામો ની ચર્ચા કરવા મા આવી હતી, જેમાં સરપંચો દ્વારા મનરેગા યોજના મા દેડિયાપાડા તાલુકા મા એજન્સી અને અધિકારીઓ દ્વારા થયેલા કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચાર નો વિરોધ નોંધાવવા માટે ની ચર્ચા થઈ હોવાનું ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું આ બાબતે ડેડીયાપડા ના TDO ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મનરેગા યોજના હેઠળ ઇ- ટેન્ડર પ્રક્રિયા કરી મનમાની શરતો મૂકી ગ્રામ પંચાયતો અને સ્થાનિક એજન્સી ઓને વંચિત રાખવમાં આવે છે અને બહારની એજન્સી લાવી અહી કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

૨૦૨૦-૨૧ ના નાણાંકિય વર્ષમા પણ “જલારામ એન્ટર પ્રાઇઝ” સોમનાથ નામ ની એજન્સીને માલ- મટીરીયલ સપ્લાય તરીકે નક્કી કરવામાં આવી હતી. આ એજન્સી એ સમય મર્યાદામાં મટીરીયલ પૂરું પાડ્યું નથી સરપંચો ને ખરાબ અનુભાવ થયા છે, ભ્રષ્ટાચાર ની તપાસ થાય અને ઇ- ટેન્ડર પ્રક્રિયા રદ કરી ગ્રામ પંચાયત ને સીધે સીધા કામ મળે તે માટે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. આવનાર સમયમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર ને ખુલ્લા પાડવા મોટા પાયે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવા મા આવી હતી.

નર્મદા જીલ્લા ના દરેક તાલુકા મા આ જ પરિસ્થિતિ નુ નિર્માણ થયું છે મનરેગા યોજના મા લોકો ને રોજગારી મળી રહે એ સરકાર નો મુખ્ય ઉદ્દેશ છે અને લેબર વર્ક ને મહત્વ અપાયુ છે જયારે એજન્સીઓ સાથે મીલીભગત કરી ને અધિકારીઓ મશીનરી નો ઉપયોગ કરતા હોય છે. અને સરકાર ના નિયમો ની ઐસીતૈસી કરી લાખો કરોડો નો ભ્રષ્ટાચાર કરતા હોય છે ત્યારે જીલ્લા મા યોગ્ય એજન્સી દવારા મનરેગા ના કામગીરી ની તપાસ હાથ ધરાય એ ખુબજ જરુરી અને સમગ્ર જીલ્લા ના આદિવાસી ઓના હિત મા કહેવાસે. શુ મનરેગા યોજના મા થતી કામગીરી ની તપાસ થસે ખરી ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here