હાલોલ તાલુકાના વેડ ગામેથી વિદેશી દારૂની બોટલો સહિત એક ઇસમને ઝડપી પાડતી જિલ્લા એલ.સી.બી પોલીસ

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

વિદેશી દારૂની બોટલો નંગ- ૨૦૪ કિ.રૂ. ૮૮,૭૪૦ / નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પોલીસ સુત્રો થકી મળતી વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , હાલોલ તાલુકાના વેડ ગામે પટેલ ફળીયામાં રહેતા હિતેષકુમાર ચીમનભાઇ રાઠવા તથા અનિલકુમાર ચીમનભાઇ રાઠવા નાઓ તેઓના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સંતાડી રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વૅડ ગામે પટેલ ફળીયામા રહેતા હિતેષકુમાર ચીમનભાઇ રાઠવા તથા અનિલકુમાર ચીમનભાઇ રાઠવા નાઓના ઘરે રેઇડ કરતા અનિલકુમાર ચીમનભાઇ રાઠવા નાઓને નીચે મુજબના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ | ( ૧ ) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કીની બોટલો નંગ -૨૦૪ કિ.રૂ .૮૮,૭૪૦ / પકડાયેલ આરોપીનું નામ ( ૧ ) અનિલકુમાર ચીમનભાઈ રાઠવા રહે . વેડ પટેલ ફળીયુ તા.હાલોલ જી . પંચમહાલ વોન્ટેડ આરોપીનુ નામ ( ૧ ) હિતેષકુમાર ચીમનભાઇ રાઠવા રહે . વેડ પટેલ ફળીયુ તા.હાલોલ જી . પંચમહાલ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પાવાગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here