ભ્રષ્ટાચારમા લીન NGO ઉપર લગામ કયારે લાગશે ??

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજયની ટ્રાયબલ કચેરીઓ દ્વારા કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવે એ પહેલા NGO ની ચકાસણી થાય એ જરુરી

વિકાસના કામો ની દરખાસ્ત કોઈના નામે તો કામગીરી કોઈ અન્ય ના નામે -બોગસ NGO દ્વારા આચરાતા કૌભાંડો

કામની સોંપણી પહેલા NGO ના બંધારણ તેના દરખાસ્ત કરનારા ઓની તપાસ થાય તોજ ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવસે

રાજય સરકાર સહિત કેન્દ્ર સરકાર વિકાસમાં સહભાગી બનાવવા માટે કરોડો રૂપિયા ની રકમ ની સરકારી ગ્રાન્ટો NGO ને ફાળવતી હોય છે ત્યારે શુ આ નોન ગ્રાન્ટેડ ઓર્ગેનાઇઝેશનો પોતાની નિષ્ઠા ઇમાનદારી અને કર્તવ્ય થી કામગીરી કરે છે એ એક યક્ષ પશ્ર બની ગયો છે.હાલ રાજય સરકાર ની આદિવાસી વિસ્તારોમાં આવેલ ટ્રાયબલ કચેરીઓ દ્વારા ગુજરાત પેટર્ન સહિત કેન્દ્ર સરકાર ની કલસટર યોજના ઓ મા લાખો કરોડો રૂપિયા ની રકમ ના કામો NGO ને સોપવામાં આવે છે ત્યારે સરકારી નાણાં કે જે દેશવાસીઓ ના ટેક્ષ ના નાણાં છે તેમા મોટા પ્રમાણ મા ખાયકી અને ભ્રષ્ટાચાર ની વાતો લોકો મા લોકમુખે ચર્ચાસ્પદ બનેલ છે.

ગુજરાત ના આદિજાતિઓ ને આર્થિક રીતે પગભર કરવા માટે તેમના માટે તાલીમ વર્ગો, કૃષિ બાગાયત સહિત ની કલસટર યોજના જેવી અનેક યોજનાઓ ટ્રાયબલ કચેરી ઓ મારફતે અમલમાં મુકવામાં આવે છે, આયોજન અંગે દરેક આદિવાસી વસ્તી ધરાવતા જીલ્લાઓમા મિટીંગો મળે છે જેમાં જેતે જીલ્લા ના પ્રભારી મંત્રી સહિત સાંસદ સભ્ય , ધારાસભ્યો, કલેકટર સહિત ના જીલ્લા ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોય છે, જેમાં કામગીરી ઓની ફાળવણી કરવામાં આવે છે.જુદા જુદા સદરે લાખો કરોડો રૂપિયા ની રકમ ફાળવવામાં આવે છે.

આદિજાતિ વિસ્તારમાં કાર્યરત ટ્રાયબલ કચેરી ઓ કલસટર યોજના સહિત તાલીમ વર્ગો સહિત ની બીજી કામગીરીઓ NGO ને સોપતી હોય છે, કેટલાક કિસ્સામાં તો ડાયરેક્ટ ગાંધીનગર ની ભલામણ થી વર્ક ઓર્ડર લઇને આદિવાસી વિસ્તારોમાં કામગીરી અર્થે NGO આવી જતા હોય છે!!

આદિજાતિ ઓના નામે લાખો કરોડો રૂપિયા ની રકમ ના ભ્રષ્ટાચાર થતાં હોવાની વાતો ચર્ચાસપદ બનેલ છે તયારે તેને રોકવા માટે જે તે તાલુકા પંચાયત માથી જે તે કામગીરી અર્થે ભલામણ કરવામાં આવે છે તે પહેલાં જ NGO ના બંધારણ તેના સાધનિક સંસ્થાકીય કાગળો ની ચકાસણી થાય , સભયો ની ચકાસણી થાય, ખરેખર NGO છે, કામગીરી માટે ની દરખાસ્ત કરનાર છે , કે પછી બીજા ના નામે કામગીરી લઇ પોતાની વગ વાપરીને આદિજાતિઓ ને તેમના લાભો થી વંચિત રાખનાર બોગસ NGO છે આ મામલે ગુજરાત સરકાર ના આદિજાતિ વિભાગ ના કમિશનર આ રાજય ના દરેક જીલ્લા ની ટ્રાયબલ કચેરી ઓ ને દિશા નિર્દેશ અને હુક્મ કરે અને તમામ પરિસ્થિતિ ને અંકુશમાં લાવે એ જરુરી બન્યુ છે.

જયાં સુધી કામગીરી ના દરખાસ્ત ની કોઈ નકકર ચોખવટ ન થાય તયા સુધી કામગીરી ની ફાળવણી ન કરાય ચોખવટ બાદજ કામગીરી ની મંજુરી અપાય એ હાલના તબક્કે ખુબજ જરુરી બનેલ છે.

NGO ને કામગીરી સોંપવામાં આવતા પહેલા તેના વહીવટકર્તા કેટલી NGO ના નેજા હેઠળ કામગીરી મેળવી ભ્રષ્ટાચાર આચરી રહયા છે તે તમામ હકીકતો જો દરખાસ્ત કરનાર કોણ ?? તેના સભ્યો કોણ ?? સંસ્થા પોતે કામગીરી કરસે કે બીજા ના નામે કામગીરી લીધી છે એ તમામ હકીકતો બહાર આવી શકે છે , અને ત્યારે જ આદિવાસીઓના કલ્યાણ અર્થે ફાળવવામાં આવતી યોજના ઓ તેમના સુધી પહોચસે. શું આ દિશામાં સરકાર પગલાં ભરસે ખરી ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here