રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિજય સર્કલ ( કાળાધોડા ) પાસે ઉભુ કરાયેલ 25 મીટરના પૉલની પોલ ખુલી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એકજ વરસાદમા પોલની આસપાસના પેવર બ્લોક ઉખડતા પોલ પાસે ખાડો પડયો

આમ આદમી પાર્ટીના આગેવાનો એકત્રિત લાખ્ખો રુપિયાના ખર્ચે બનાવેલા પોલની કામગીરી સામે પશ્રો ઉભા કર્યા – નગરપાલિકા મા રજુઆત ના ચક્રો ગતિમાન

તાત્કાલિક સમારકામની જરુર નહિતર ગંભીર અકસ્માત થાય તો નવાઈ નહીં !!

સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ના ભાગ રૂપેરાજપીપળા નગરપાલિકા દ્વારા નગર ના પ્રવેશ દ્વારે વિજય ચોક ( કાળાધોડા ) પાસે 25 મીટર ની ઉંચાઈ નો તોતિંગ લોખંડ નો પોલ ઉભો કરી તેના ઉપર રાષ્ટ્રિય ધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વ ની ભાયે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, જે પરસંગે સાંસદ મનસુખભાઈ વસાવા , નર્મદા કલેક્ટર સહિત ભાજપા આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા ના ગણતરી ના કલાકો માજ ગતરોજ રાત્રે રાજપીપળા નગર મા વરસાદ થતા નગરપાલિકા દવારા ઉભા કરાયેલા તોતિંગ પૉલ ની પોલ ખુલી તકલાદી કામકાજ થયુ હોવાનું બહાર આવ્યું હતું. કાળાધોડા સર્કલ મા જયા પૉલ ઉભો કરવામાં આવેલ છે એ પૉલ ની આસપાસના પેવર બ્લોક એકજ વરસાદ મા ઉખડી પડતા લોકો ની નજરે પડતા ભારે નારાજગી સાથે લોકો મા પોલ શુ પડી જસે ? અને પડસે તો હાની પહોચાડસે ? ની વાતો વહેતી થઇ હતી.

આમ આદમી પાર્ટી ના આગેવાનો જીલ્લા ધર્મેનદરસિંહ ગોહિલ , નટુભાઈ પટેલ, રિયાઝ મનસુરી , રાકેશભાઈ સહિત નાઓ એકત્રિત થયા હતા અને નગરપાલિકાની કામગીરી સામે પશ્રી ઉઠાવ્યા હતા, અને ચીફ ઓફિસર ને જાણ કરવા ની તજવીજ હાથ ધરી હતી.

રાજપીપળા નગરપાલિકા એ સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે થોડોક દિવસ પહેલા જ ઉભો કરે પૉલ તેની આસપાસના તકલાદી કામકાજ થી વિવાદો મા આવતા સોશીયલ મિડીયા ઉપર પણ નગરપાલિકા ની કામગીરી ટ્રેનડ થઇ હતી , આ મામલે પત્રકારો ને પણ ધસેડયા હતાં. ત્યારે રાજપીપળા નગરપાલિકાના સત્તાધિશો કાળાધોડા સર્કલ મા ઉભા કરેલા પૉલ ના મામલે ગંભીરતા દાખવે અને ન કરે નારાયણ કોઈ આકસ્મિક ધટના થાય તો મોટી જાનહાનિ પણ સર્જાઇ શકે છે જેને અટકાવે એ ખુબજ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here