‘આપ જહાં, હક્ક કા રાશન હો વહા’ જેવા યુનિક વિચારને આધારે રચાયો ‘વન નેશન વન રેશનનો ઉમદા ખ્યાલ’ ખાસ લેખ: આલેખન: મનીષ એન બ્રહ્મભટ્ટ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વડાપ્રધાનશ્રીના ડીઝીટલ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરવા માટે ૨૦૧૯માં વન નેશન વન રેશનકાર્ડ શરુ થયેલ. જેના માધ્યમથી એનએફ.એસ હેઠળની ભારતના કોઈપણ રાજ્યની વ્યાજબીભાવની દુકાનમાંથી લાભાર્થી પોતાને મળવા પાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. આ યોજના સૌ પ્રથમ ગુજરાતથી શરુ થઈ હતી અને આજે ૩૨ રાજ્યોમાં લાગુ પાડવામાં આવી છે. સામાન્ય લોકો જયારે રોજગારી કે નોકરી અર્થે રાજ્યના અલગ જીલ્લામાં કે અન્ય રાજ્યમાં જતા હોઈ તો તેઓ કોઈ પણ લોકેશન પરથી તેઓ અનાજનો લાભ લઈ શકે છે. વળી, આ માટે તેમની પાસે રાશન કાર્ડ કે આધાર કાર્ડ હોવું પણ જરૂરી નથી. તેઓ ઓ.ટી.પી કે બાયોમેટ્રિકની છાપને આધારે રાશન લઈ શકે છે. ત્યાર બાદ વધુ એક પહેલ ગુજરાત સરકારની શરુ થયેલ છે જેમાં ‘માય રાશન’ એપ દ્વારા રાશનકાર્ડની વિગતો ચકાસી શકાય છે, જેવી કે નામ, કુટુંબના સભ્યોની સંખ્યા, ઉંમર વગેરે મોબાઈલ દ્વારા ચકાસી શકાય. અનાજનો જથ્થો કેટલો લીધો છે, કેટલો મળવા પાત્ર છે. આપના નજીકની સસ્તા અનાજની દુકાનદારની વિગતો વગેરે બાબતો આ એપમાં સમાવી લેવામાં આવી છે. આ એપ ખુબ જ અસરકારક સાબિત થઈ શકે તેમ છે આ માટે અન્ન અને નાગરિક પુરવઠાની બાબતોના વિભાગ દ્વારા લોકોને આ એપનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. સરકાર ખાદ્ય સુરક્ષા અંગે ખાતરી આપી હવે પોષણ સુરક્ષા પણ આપવા માટે કૃતનિશ્ચયી છે. રાશન કાર્ડ દ્વારા આપવામાં આવતા ચોખાને ફોર્ટીફાઈડ પ્રોસેસ કરીને રેશનકાર્ડના લાભાર્થીઓને આપે છે. જે ભારત દેશની એક વિશિષ્ટ સિદ્ધિ
છે, ચોખાને દળીને તેમાં જરૂરી પોષક તત્વો જેવાકે ફોલિક એસીડ, સ્ટાર્ચ, પોટેશિયમ, આયર્ન, વીટામીન-૧૨ ઉમેરી તેને ફરી
ચોખા જેવા આકાર અને કદના બનાવી ૧૦૦:૧ ના પ્રમાણથી આ ચોખામાં ભેળવવામાં આવે છે. જેની જાળવણી, રસોઈ અને
સંગ્રહ કરવાની પદ્ધતિ સામાન્ય અનાજ કે ચોખા જેવી જ હોય છે. આ ચોખાની ગુણવતામાં વધારો થાય છે કેમ કે આમાં
સ્ટાર્ચ વધારે પ્રમાણમાં હોવાથી આ ચોખામાં ચમક હોય છે અને રાંધ્યા પછી તે ચોટી જાય છે. ઉપરાંત સરકારશ્રી દ્વારા ડબલ
ફોર્ટીફાઈડ મીઠું આપવામાં આવે છે જે સરકારને એક કિલો દીઠ રૂ.૧૨ના દરે પડે છે પરંતુ દર કિલો દીઠ રૂ. ૧૧ની સબસીડી
સાથે લાભાર્થીઓને આ મીઠું ફક્ત રૂ. ૧ પ્રતિ કિલોના દરે આપવામાં આવે છે. જેમાં આયોડીન અને આયર્ન હોય છે જે શરીરની
૬૦% આયોડીન અને આયર્નની જરૂરિયાત પૂર્ણ કરે છે જેનાથી એનીમિયા, ગોઈટર, લોહીની ઉણપ, સિકલસેલ જેવા
આયોડીનની ઉણપને લીધે થતા અસાધ્ય રોગોને અટકાવવામાં મદદ કરે છે. આ ચોખા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું પીડીએસ,
આઈસીડીએસ અને એમડીએમના લાભાર્થીઓને પણ ટુંક જ સમય માં સમગ્ર રાજ્યમાં ૧૦૦% વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત આવનારા સમયમાં આપણા ભારતમાં રાશન કાર્ડ હેઠળ ૮૦ કરોડ લાભાર્થીઓ છે જે આયોજનનો લાભ લઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here