કવાંટના નળવાંટમાં આજે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં ફોર્ટીફાઈડ ચોખા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના લાભાલાભ સમજવામાં આવ્યા

કવાંટ, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ કવાંટ તાલુકાના નળવાંટ ગ્રામ પંચાયત પહોંચી હતી. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃત્તતા લાવવા માટે ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેનાથી ગ્રામજનો જ નહિ પણ પદાધિકારીઓ અને આવેલા મહેમાનો પણ ખુશ થયા હતા. સાથે સાથે વન નેશન વન રેશન અંતર્ગત નવી આવેલી મોબઈલ એપનો ઉપયોગ કરીને કેવી રીતે ઘેર બેઠા તમામ પ્રકારની માહિતી મેળવી શકાય તેની છણાવટ ગાંધીનગરથી આવેલા મદદનીશ નિયામક શ્રી કે. એચ મેસરવાલાએ આપી હતી અને આ બાબતને દર્શાવતું એક ફિલ્મ પણ સંકલ્પ રથ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ હતું.
આ સમારંભમાં પ્રધાનમંત્રી ઉજવાલા યોજના ૨.૦ ના લાભાર્થીઓને ગેસના ચુલા, નન્હી પરી યોજના હેઠળ ૨ માસની બાળાને અને તેની માતાને બાળકી માટેની કીટ વિતરણ કરવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલા મદદનીશ નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, શ્રી મેસરવાલાએ વધુમાં જણાવ્યું હતું કે આયોજના થકી ગામે ગામના લોકોને રાશન મળે તેવો સરકારશ્રીનો આશય છે. આ માટે રજુ કરવામાં આવેલી એપ દ્વારા પણ આપ આપના રેશન કાર્ડ ઉપર મળતી સુવિધાઓ, અનાજનો જથ્થો અને કુટુંબના સભ્યોની વિગતો ચકાસી શકો છો. આ સમારંભમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, જીલ્લા પુરવઠા અધિકારી ૧ શ્રી એ. દ.આઈ હળપતિ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પીન્ટુભાઈ રાઠવા, મામલતદાર શ્રી કે.પી દવે અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને વ્યજબીભાવની દુકાનોના સંચાલકો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here