આગામી તારીખ 25ના રોજ તિલકવાડા ખાતે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર આગામી તા 25 જાન્યુઆરીના રોજ તિલકવાડા નગર માં સરકારી વિનયન કોલેજ ખાતે તિલકવાડાં મામલતદાર આર.જે.ચૌહાણ ની અધ્યક્ષતા માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વધુ એક સુવિધા ના પગલા રૂપે ડિજિટલ ફોર્મેટમાં ઇ-મતદાર ફોટો ઓળખપત્ર સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે.

આ કાર્ડ કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરીને તેને સાચવી શકાય છે ડીજીલોકર માં અપલોડ પણ કરી શકાય છે તેની પ્રિન્ટ કાઢીને લેમીનેટ પણ કરી શકાય છે આ કાર્ડ મતદારોને આપવામાં આવતા પીવીસી કાર્ડ ઉપરાંત વધારાની સુવિધા છે જે મતદાનની ઓળખના પૂરાવા તરીકે ચૂંટણી ના હેતુ માટે માન્ય રહેશે આ મતદાર ઓળખપત્ર ઓનલાઈન વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે યુનિક મોબાઈલ નંબર સાથે નવા નોંધાયેલા અને મતદાર યાદીમાં ફક્ત એક જ મતદાર સાથે સંકળાયેલા હોય તેવા મોબાઈલ નંબર ધરાવતા હોય તેવા નવા નોંધાયેલા મતદારો તારીખ 25 થી ડાઉનલોડ કરી શકશે જ્યારે પહેલી ફેબ્રુઆરીથી યુનિક મોબાઈલ નંબર ધરાવનાર તમામ મતદારો ડાઉનલોડ કરી શકશે.

તારીખ 25 જાન્યુઆરી ભારતના ચૂંટણી પંચ નો સ્થાપના દિવસ છે દેશભરમાં લોકોમાં મતાધિકારના મહત્વની જાણકારી વધે તે માટે તિલકવાડાં નગરમાં સરકારી વિનયન કોલેજ ખાતે તિલકવાડાં મામલતદાર આર.જે.ચૌહાણ ની અધ્યક્ષતા માં 11 માં રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી હેઠળ તિલકવાડાં તાલુકાના વિવિધ વિસ્તારો માં મતદાર જાગૃતિ માટે રંગોળી ના કાર્યક્રમો યોજવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here