સિદ્ધપુરમાં કોરોનાના પ્રથમ-બીજો ડોઝ લેવા લોકોને કરવો પડતો રઝળપાટ.. છતાંય રસીનો ડોઝ મળતો ના હોવાથી લોકોમાં આક્રોશ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

આવતી કાલે સમગ્ર રાજ્ય માં રસીકરણ પ્રોગામ બંધ રહેશે. રાજ્ય સરકાર

સમગ્ર ભારતવર્ષમાં કોરોના સામે રક્ષણ મેળવવા એક તરફ સરકાર રસી લેવા માટે જનજાગૃતિ કેળવી રહી ત્યાં બીજી તરફ સિદ્ધપુર શહેરમાં જાગૃત નાગરિકો રસી લેવા જતા તેઓને રસી મળતી ના હોવાથી આ કેન્દ્ર પરથી પેલા કેન્દ્ર ઉપર રઝળપાટ કરી વીલા મોઢે જ રસી લીધા વગર જ પરત ફરવું પડી રહ્યું છે.શહેરના દરબાર નજીકની કન્યા શાળા નજીક આવેલ રસી કેન્દ્ર તો બાર વાગ્યા પહેલા જ બંધ કરી દેવતા રસી લેનારા અસંખ્ય લાભાર્થી ઓને અન્ય માહિતીના અભાવે પરત ફરવું પડ્યું હતું.રસી તારીખ વીત્યા ને ત્રણ-ચાર દિવસ થઈ ગયા છતાંય રસી મળી ના હોવાથી આવા લાભાર્થી ઓમાં ચિંતા નું મોજું પ્રસરી જવા પામ્યું છે.18 થી 44 વર્ષના લોકોને કોવેકસીન નો પ્રથમ ડોઝ અપાતો ના હોવાની પણ બુમરાડ ઉઠવા પામી છે.સિદ્ધપુર શહેરમાં અગાઉ જેઓને 84 દિવસ થયા ના હોય તેવા 45 વર્ષના ઉપરના લોકો રસી અપાઈ હોવાની તેમજ આવા રસી સર્ટી પણ ઇસ્યુ કરી દેવાયા હોવાના છબરડા બહાર આવ્યા છે ત્યારે હવે ખરેખર જેઓને 84 દિવસ થઈ ગયા હોવા છતાંય બીજો ડોઝ સમયસર મળતો ના હોવાથી તાલુકા-અર્બન આરોગ્ય તંત્ર સહિત જિલ્લા આરોગ્ય તંત્ર સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.લોકોને રસી સમયસર મળતી ના હોવા પાછળ રસીના બન્ને ડોઝ પ્રમાણસર તાલુકા કક્ષા એ ફાળવતા ના હોવાની વિગતો ખુલવા પામી છે.આથી લોકોને આવી હાડમારીઓ વેઠવી પડી રહી છે.રસી ના નહિવત ડોઝ ઉપલબ્ધ હોવાથી રસીકેન્દ્રો ઉપર લોકોનો ધસારો રહેતો હોવાનો તેમજ તેઓમાં કોવિડ ગાઈડલાઈન નો ચુસ્ત અમલ થતો ના હોવાનું પણ જોવા મળતું હોય છે.રસી કેન્દ્રો ઉપર રસી ના ડોઝ પુરા થઈ ગયા બાદ બાર વાગ્યા પહેલા જ તાળા લાગી જતા હોય છે !આથી આવા રસી કેન્દ્રો ઉપર જતા લોકોને હવે ક્યારે આવવું તેની કોઈ માહિતી કે જવાબ પણ આપવા વાળું હોતું નથી.આમ,રસી કેન્દ્રો ઉપર સુપરવિઝન નો અભાવ પણ આંખે ઉડીને વળગી રહ્યો છે.સિદ્ધપુર શહેરમાં 45 વર્ષ ઉપરના લોકોને ગત એપ્રિલ ના બીજા-ત્રીજા સપ્તાહમાં અનેક સ્થળોએ ઘર આંગણા નજીક જ પ્રથમ ડોઝ અપાયો હતો.આવા અનેક લોકોને અત્યારે બીજા ડોઝ માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.જો કે આ અંગે સ્થાનિક આરોગ્ય તંત્રએ ઉપર લેવલથી રસી ના ડોઝ ઓછા ફાળવવામાં આવતા હોવાથી આ પરિસ્થિતિ પેદા થઈ હોવાનું જણાવ્યું હતું.રાજ્ય સરકારે આવતી કાલે રાજ્યભરમાં રસીકરણ પ્રોગ્રામ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હોવાનું જાણવા મળેલ છે.ત્યારે હવે જ્યારે ફરી કોરોના રક્ષિત રસી કરણ ચાલુ થાય ત્યારે સિદ્ધપુર ના શહેરીજનો સહિત તાલુકા ના તમામ લોકોને સમયસર રસીના બન્ને ડોઝ મળી રહે તેવું સુયોગ્ય આયોજન કરવામાં આવે તે ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here