સિદ્ધપુર ના ગામધણી શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજી નો ૨૨૯ મો પાટોત્સવ ધામધુમ થી ઉજવાયો

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર (શ્રીસ્થળ) ના ગામધણી ભગવાન શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજી ભગવાનનો વિક્રમ સંવત ૨૦૮૦ ના મહાસુદ ૧૩ ને ગુરુવાર ના રોજ શ્રીજી નો ૨૨૯ મા પાટોત્સવ ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજીના મંદિર કમિટી તરફથી સવારે ૫-૦૦ કલાકે પ્રભાતફેરી ત્યાર બાદ સવારે 6:00 કલાકે મંગળા આરતી બાદ શ્રીજી નો મહાભિષેક તેમજ શોડષોપચાર પૂજન સવારે ૯-૦૦ કલાકે શણગાર આરતી બાદ શ્રીજી ને રાજભોગ પ્રસાદ (અન્નકૂટ દર્શન) બાદ વિવિધ સ્વાધ્યાય મંડળો દ્વારા ભજનો અને બપોરે ૪-૦૦ કલાકે પ્રસિદ્ધ શિવભક્ત શ્રી પિયૂષભાઈ નાં ભજનો તેમજ સાયંકાલે ૫ થી ૭ કલાક તથા મંત્ર જાગરણ તેમજ દત્ત મંડળ નાં ભજનો ના કાર્યક્રમ રખાયો હતો.આજ રોજ ગામધણી શ્રી ગોવિદ માધવ રાયજી નો ૨૨૯ મો પાટોત્સવ હોવાથી શ્રીજીના નિજમંદિરે બાપાના ભક્તો વહેલી સવારથીજ શ્રીજીના દર્શનનો લ્હાવો લેવા તેમજ તેમને HAPPY BIRTHDAY કહેવા તેમના ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો તેમજ શ્રીજી બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રીજીના મંદિર કમિટી દ્વારા ગામધણી બાપાના દર્શનાથે આવેલા તમામ ભક્તોને મહા પ્રસાદ નુ વિતરણ કરાયું હતું ભગવાન શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજી સિદ્ધપુર નગરના ગામધણી હોવાથી તેમના ૨૨૯ મા પીટોત્સવ મા ભાગલેવા તેમજ શ્રીજીના દર્શન કરવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા તેમજ સમગ્ર નગરમાં એક મોટા ઉત્સવ જેવો માહોલ બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here