ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઇ પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરી ₹305.04 કરોડના કુલ 145 જનકલ્યાણલક્ષી કામો પાટણ જીલાની જનતાને અર્પણ કર્યા

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદી ના પૂર્વ કિનારે સ્થિત અતિ પૌરાણિક સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેવ ના નૂતન મંદિરના શિખર પ્રતિષ્ઠા તેમજ અતિ મહારુદ્ર શંતિયાગ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઇ પટેલ એ દર્શન કરી ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અહી મંદિર કમિટીના મેનેજિંગ ડિરેક્ટર ટ્રસ્ટી ગોવિંદભાઈ પંચોલી અને યજ્ઞ ના આચાર્ય વિક્રમભાઈ ગુરુજી એ તેમનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ વિશાળ જનસભા સંબોધી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એજણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુશાસન સાથે જનકલ્યાણની સેવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં સૌ પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાયો છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી એ સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું જેમાં વિવિધ વિભાગોના ₹305.04 કરોડના કુલ 145 જનકલ્યાણલક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ખાતે સ્વયંભુ શ્રી અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેવ તેમજ આનર્ત અવધૂત શ્રી દેવશંકર ગુરૂબાપાનાદર્શન કર્યા બાદ વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન કરાવ્યું હતું. સમગ્ર ભારત ભૂમિ ઉપરનું એક માત્ર માતૃગયા તીર્થ દેવભૂમિ સિદ્ધપુર ખાતેથી પાટણની જનતાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજના દિવસને આનંદ અને ગૌરવનો દિવસ ગણાવ્યો હતો. તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે, સિદ્ધપુરના અનેક તીર્થસ્થાનોના વિકાસ કર્યો માટે રાજ્ય સરકારે સહયોગ પૂરો પડ્યો છે. પવિત્ર સરસ્વતી નદી વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પવિત્ર સરસ્વતી નદીમાં પાઈપલાઈનનું ભગીરથ કાર્ય પૂર્ણ કરાવેલું.સરસ્વતી નદીની સફાઈ તેમજ તેમાં કાયમી પાણી રહે તે દિશામાં રાજ્ય સરકાર આયોજનપૂર્વક કામગીરી કરી રહી છે. તળાવો, ચેકડેમો સહિત ઘણી યોજનાઓ અંતર્ગત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાના 71 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા 74 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના વિવિધ જનકલ્યાણલક્ષી કામોના શુભારંભ પ્રસંગે લોકસભા ના સાંસદ ભરતભાઈ ડાભી, રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂત, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, HNGU યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ડો.રોહિત દેસાઈ, જિલ્લા અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, તાલુકા તથા જિલ્લાના પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, નગર સેવકો, ભાજપના હોદ્દેદારો,કાર્યકર્તાઓ,સામાજિક આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો સહિત મોટી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here