પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસમાં ભંગાણ… સિદ્ધપુરમાં કોંગ્રેસના 300 કાર્યકતાઓએ કેસરિયો ધારણ કર્યો

સિદ્ધપુર, (પાટણ ) આશિષ આર પાધ્યા :-

પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે જેમાં સરસ્વતી અને સિદ્ધપુર કોગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો, સરપંચો, ઉપ સરપંચો સહિત 300થી વધુ લોકોએ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત ભાજપ આગેવાનોની ઉપસ્થિતમાં ભાજપ પક્ષમાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો પાટણ જિલ્લામાં લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા ભરતસિંહ ડાભીને ફરીથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવાર પણ જાહેર કરવામાં નથી આવ્યા તે અગાઉ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે જેમાં શનિવારે સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં સરસ્વતી તાલુકા તેમજ સિધ્ધપુર તાલુકા કોગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિત સરપંચો, ઉપ સરપંચો, સહિત ના 300થી વધુ કોંગ્રેસીઓએ ભાજપના ભરતી મેળામાં જોડાઈને કેસરીયો ધારણ કર્યો હતો જેમાં પાટણ સાંસદ અને કેબીનેટ મંત્રી સહિત ભાજપ આગેવાનો એ તમામને આવકારી ખેસ પહેરાવી આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 5 લાખ મતોની લીડ સાથે વિજય બનાવવા આહવાન કર્યું હતું. જોકે પાટણમા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમા ભંગાણ સર્જાયું હતું. સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ તૂટતા પાટણ જિલ્લા કોગ્રેસ સમિતિનું રાજકારણ ગરમાયું છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, વિસ્તારક ભગીરથસિંહ જાડેજા, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ, સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ,ભાજપ સંયોજક સ્નેહલભાઈ પટેલ,ભાજપ સહ સંયોજક જશુભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા

ક્યાં ક્યાં આગેવાનો જોડાયા

કાંતિજી ઠાકોર – ચંદ્રાવતી , પૂર્વ સિદ્ધપુર તાલુકા પ્રમુખ, બાબુજી ઠાકોર – માજી પૂર્વ પ્રમુખ સરસ્વતી તાલુકા,, નાગજીભાઈ દેસાઈ – પૂર્વ કારોબારી અધ્યક્ષ સરસ્વતી તાલુકો, કાંતિજી ઠાકોર – એદલા માજી ડેલીકેટ સરસ્વતી તાલુકો, અભુજી ઠાકોર- એદલા સરપંચ સરસ્વતી તાલુકો, વી.પી.સિંહ – આપ પાર્ટીના જિલ્લા મંત્રી, ભરતજી ઠાકોર – વાધણાં સરપંચ સહિત 300થી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here