ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સ્વયંભૂ શ્રીઅરર્વડેશ્વર મહાદેવના નૂતન મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ માં વિવિધ દેવી દેવતાઓની પૂજા અભિષેક માટે હરિદ્વાર થી માતા ગંગાજી નું ૩૧ હજાર લિટર પવિત્ર ગંગાજળ લાવી અનોખી શિવ ભક્તિ પ્રગટ કરી

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

શિવ નગરી સિદ્ધપુર ના સ્વયંભૂ શ્રીઅરર્વડેશ્વર મહદેસ્વ બાપાના નૂતન મંદિર તેમજ શિવ પરિવાર અને અન્ય દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિશ્વ કલ્યાણ અર્થે યોજાનાર ૧૧ કુંડી અતિ રુદ્ર મહાયજ્ઞ માં ૧ કરોડ આહુતિ અપાશે આ મહા યજ્ઞમાં દેશ વિદેશ માં વસતા સમસ્ત સનાતની શિવભક્તો પોત પોતાની શક્તિ તેમજ ભક્તિ થકી બાપાના ભક્તો સેવા આપી રહ્યા છે આ પાંચ દિવસીય મહા યજ્ઞના ઉત્સવ ને અનુરૂપ વિવિધ દેવી દેવતાઓ ની પૂજા, અને અભિષેક કાર્ય માટે તેમજ શિવ ભક્તો ના ભોજન પ્રસાદ માટે દેવ ભૂમિ હરિદ્વાર ની “હરી કી પૌઢી” તેમજ “કનખલ” થી ૩૧ હજાર લિટર પવિત્ર ગંગાજળ લાવી સ્વયંભૂ શ્રી અરર્વડેશ્વર મહાદેવ બાપાના ચરણોમાં માતા ગંગા ને લાવવા ભગીરથી કાર્ય કરનાર પરમ શિવભક્ત નીતાબેન દિલીપભાઈ ઠાકરના સુપુત્ર તેજસભાઈ દિલીપભાઈ ઠાકર એ સેવા પૂરી પાડેલ જે આજરોજ સ્વયંભૂ શ્રી અરર્વડેશ્વર મહાદેવ બાપાના મંદિર ખાતે સાંજે ૦૫ :૦૦ કલાકે ૩૧ હજાર લિટર પવિત્ર ગંગાજળ ભરેલું ટેન્કર આવી પહોંચતા શિવભક્તો ઉત્સાહિત થઇ ગયા હતા અહી યજ્ઞ ના આચાર્ય વિક્રમભાઈ ગુરુજી એ તેમજ કાર્યકર્તાઓ એ માતાં ગંગાજી ને પુષ્પ, કુમકુમ, અક્ષત થી વૈદિક મંત્રોચ્ચાર કરી માતાજીના વધામણા કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here