ધાર્મિક નગરી સિદ્ધપુર ના સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેવ ના નૂતન મંદિરની શિખર પ્રતિષ્ઠા તેમજ હોમાત્મક કોટી રુદ્ર્યાગ ની ભક્તિભાવ માહોલમાં પૂર્ણાહુતી કરાઇ

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

શિવ નગરી સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીના પૂર્વ કિનારે અતિ પ્રાચીન સ્વયંભૂ શ્રી અરર્વડેશ્વર મહાદેવ બાપાના નૂતન મંદિર તેમજ અન્ય દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં પાઠાત્મક સતચંડી યાગ અને વિશ્વ કલ્યાણ અર્થે પાંચ દિવસીય કોટી રુદ્ર યાગની ભક્તિ ભાવ માહોલમાં યજ્ઞ ના આચાર્ય વિક્રમભાઈ ગુરુજી તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાત્રોગત વિધિ વિધાનથી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂર્ણાહુતી કરાઇ હતી. આ ધાર્મિક આયોજન માં અનેક સાધુ સંતો મહંતો, પીઠાધિશો, ગાદીપતિ ઓ, નેતાઓ, અભિનેતાઓ, પત્રકાર મિત્રો તેમજ સિદ્ધપુર સહિત દેશ વિદેશમાં વસતા લાખો શિવભક્તો એ નાત જાતના ભેદ ભૂલી બાપાના દર્શન કરી ભોજન પ્રસાદ નો લાહવો લીધો હતો. આ પાંચ દિવસીય ૧૧ કુંડી મહા યજ્ઞમાં ૩૦૦ થી વધુ ભૂદેવો તેમજ ૨૦૦ જેટલા યજમાનો એ ૧ કરોડ આહુતિ આપી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ માહાયજ્ઞ માં માતાઓ, ભગીનીઓ, નાના નાના ભૂલકાઓ, વિપ્ર બંધુઓ તેમજ સેકડો શિવ ભકતો એ પોત પોતાના ધંધા રોજગાર અને નોકરીઓ માંથી રજા લઈ સ્વયમ સેવક બની યજ્ઞની વિવિધ કમિટી માં સહભાગી બની સેવાઓ આપી હતી. આ મહા યજ્ઞમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બનનાર તમમાં શિવ ભક્તો નો મંદિર કમિટી દ્વારા આભાર પ્રગટ કરી તેમની શક્તિ અને ભક્તિ ને નમન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here