સિદ્ધપુરના દેથળી નજીક થયેલ અકસ્માતની દોઢ માસ બાદ ફરિયાદ કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ના દેથળી-પુનાસણ રોડ ઉપર સરસ્વતી નદીના ડીપમાં ગત ૨૦મી ફેબ્રુઆરીના રોજ પીકઅપ ડાલા-પલ્સર બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે અંગે પીક અપ ડાલાના ચાલક વિરુદ્ધ દોઢ માસ બાદ કાકોશી પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગત ૨૦ મી રોજ દેથળીના બાજુભા અને રોહિતજી પલ્સર લઈને દેથળીથી સુણસર જતા હતા ત્યારે પીકઅપ ડાલા નં.જીજે.૦૧.એયુ.૧૧૨૩ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી ટક્કર મારી રોહિતજીને બન્ને હાથે-પગે ફ્રેક્ચર કરી તેમજ બાજુભા ઉર્ફે સિદ્ધરાજસિંહને શરીર અને માથાના ભાગે બેઠો માર વગાડી નાસી છૂટ્યો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્ને બાઈક સવારોને 108 દ્વારા સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા બાદમાં વધુ સારવાર અર્થે ધારપુર ખસેડાયા હતા.ત્યારબાદ બાજુભાને વધુ સારવાર માટે મહેસાણા તેમજ રોહિતજી ને સિદ્ધપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અરસામાં અકસ્માત સર્જનાર પીકઅપ ડાલા ચાલક ઠાકોર ચકાજી અમરાજી કેશાજી,રહે પુનાસણવાળા હોઈ સામાજિક રીતે સમાધાન કરવાનું વિચારેલ પરંતુ અકસ્માત થયાને આજેે દોઢેક માસ જેટલો સમય વીતી જવા છતાંય અકસ્માત કરનાર ચાલકે દવા ખર્ચના રૂપિયા આપેલ ના હોઈ સમાધાન ના થતા ઈજાગ્રસ્ત બાજુભા ના દાદા ભગુજી જેહળજી પારખનજી ઠાકોરે કાકોશી પોલીસ મથકે પીકઅપ ચાલક વિરુદ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તેમજ એમવી એકટ ૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ ફરિયાદ નોંધાવી હોવાનુ જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here