ડભોઇ દયારામ કેળવણી મંડળ ખાતે રમતોત્સવ સમાપન કાર્યક્રમ યોજાયો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

29 સપ્ટેમ્બર થી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ના સંયુક્ત પ્રયાસ થી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્ય માં યોજાનાર છે.જેમાં દેશ ના અલગ અલગ રાજ્યો માંથી રમતવીરો ગુજરાત ખાતે આવનાર છે.આ નેશનલ ગેમ્સ માં થી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ માં ખેલ પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ સંસ્કૃતિક રમતો માં રુચિ વધે તે હેતુ થી વડોદરા જિલ્લા ની પ્રાથમિક શાળાઓ માં બે દિવસ રમતોત્સવ નું આયોજન રાખવામાં આવ્યું હતું.જે ભાગરૂપે છેલ્લા બે દિવસ થીદયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર શાળા ના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જે માં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓ માં શારીરિક તંદુરસ્તી રહે તે હેતુ થી રાખવામાં આવેલ રમતોત્સવ માં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.દયારામ કેળવણી મંડળ ખાતે યોજાયેલ રમતોત્સવ નું આજરોજ અંતિમ દિવસ હોવાથી સમાપન પ્રસંગે ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,કાલીભાઈ દુલાણી સાથે શાળા સંચાલક દીપકભાઈ ભોઈવાલા સહિત શાળા ના આચાર્ય અંકુરભાઈ પટેલ તેમજ શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here