નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન થતાં ઇ વી એમ સહિત વી વી પેટ રાજપીપળા ખાતે રીસિવ થયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થયા બાદ ઇવીએમ-વીવીપેટ સહિતની સામગ્રીઓ જે-તે બેઠકના સ્ટ્રોંગરૂમમાં જમા

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ૨૧ છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮ નાંદોદ વિધાનસભા મતવિસ્તાર અને ૨૨ ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯ દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે નક્કી કરાયેલા રવાનગી કેન્દ્રો ખાતે સંબંધિત પ્રિસાઈડિંગ ઓફિસરોના નેતૃત્વમાં ચૂંટણીના એક દિવસ પૂર્વે ઇવીએમ-વીવીપેટ સહિતની વિવિધ સામગ્રીઓ જે તે મતદાન મથકે પહોંચી હતી. અને મતદાન થયા બાદ તે સામગ્રી રીસિવિંગ સેન્ટર પર પુન: જમા કરાવીને જે-તે સ્ટ્રોંગરૂમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે મોડી રાત્રે રવાના કરવામાં આવી હતી. જેમાં ડેડીયાપાડાની ચૂંટણી સામગ્રી ભરૂચ ખાતે અને નાંદોદ વિધાનસભા ચૂંટણી સામગ્રી છોટાઉદેપુર ખાતે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓની હાજરીમાં રવાના કરાઈ હતી.

મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીકર્મીઓ દ્વારા ઇવીએમ-વીવીપેટ સહિત વિવિધ સામગ્રીઓ આદર્શ નિવાસી કુમાર શાળા દેડિયાપાડા અને રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે ઊભા કરાયેલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ખાતે સુપરત કરાઈ હતી. જ્યાંથી ચૂંટણીલક્ષી સમગ્ર સામગ્રીઓ નિયત કરેલા સ્થળે બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here