છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા સંગઠનની છોટાઉદેપુર જીલ્લા કારોબારીની રચના કરવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

ગુજરાત રાજ્યના ૩૦ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર પત્રકાર એકતા સંગઠન દ્વારા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના કરવા માટેની બેઠકોનો દોર ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહ્યા છે જે અંતર્ગત આજરોજ તારીખ ૩ જી એપ્રિલ 2022 રવિવારે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર જીલ્લા ની કારોબારીની રચના કરવા માટે એક બેઠકનું આયોજન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવુ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી સંખેડા કવાંટ નસવાડી અને છોટાઉદેપુર તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે છોટાઉદેપુરના સંજયભાઈ મહેશ્વરી ઉપ-પ્રમુખ તરીકે નસવાડીના અલ્લારખા પઠાણ સંખેડાના સંજય ભાટીયા બોડેલીના મકબુલભાઈ મન્સૂરી પાવીજેતપુર તાલુકાના વિનેશભાઈ રાઠવા મહામંત્રી તરીકે કવાટના યશવંતભાઈ ચૌહાણ છોટાઉદેપુરના ઈકબાલભાઈ શેખ નસવાડીના ઇરફાનભાઇ મેમણ સંખેડાના સલીમભાઈ શેખ જ્યારે મંત્રી તરીકે બોડેલીના સેહજબભાઈ ખત્રી પાવીજેતપુર તાલુકાના ઈમરાનભાઈ સિંધી કવાટ તાલુકાના વિકેશ ભાઈ શાહ છોટાઉદેપુરના માજીદ ખાન પઠાણ તેમજ સહમંત્રી તરીકે છોટાઉદેપુર ધર્મેશ ભાઈ ચૌહાણ જફર ભાઈ મકરાણી ખજાનચી તરીકે તેજગઢ ના માજીદભાઈ ખત્રી આઇ.ટી. સેલ ના છોટાઉદેપુરના તોફીક ભાઈ શેખની તેમજ ઝોન પ્રભારી તરીકે જમીન ખાન પઠાણ તેમજ પ્રદેશ કારોબારી ના સભ્ય તરીકે શઈદ ભાઈ સોમરા ની સર્વાનુમતે વરણી કરવામાં આવતા ઉપસ્થિત તમામ પત્રકારોએ નવ નિયુક્ત હોદ્દેદારો ને ઉપસ્થિત પત્રકારો એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ગૌરવ પંડ્યા ,આર બી રાઠોડ, ભરત સિંહ રાઠોડ ,તેજેન્દ્ર સિંહ રાઠોડ, પ્રહલાદ ભાઈ ચૌહાણ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here