નસવાડી : પલાસણી ગામે કવાંટ રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોપેડ સાથે એક ઇસમને નસવાડી પોલીસે પકડી પાડ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મોપેડ અને દારૂના જથ્થા ની કુલ કિંમત રૂપિયા 69200/-નો ગણના પાત્ર કેશ શોધી કાઢ્યો

નસવાડી પોલીસ સ્ટાફ ના પોલીસ માણસો સાથે બોરીયાદ આ.પો.વિસ્તારમાં કવાંટ રોડ ઉપર પ્રોહી નાકાબંધી માં હાજર હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની સુઝુકી કંપની ની બુર્ગમેન સ્ટ્રીટ મોપેડના રજી.નંબર Gj 06 ND 1068 ની ઉપર એક મોટા સ્કૂલ બેગ માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને કવાંટ તરફથી આવેછે અને નસવાડી થઈ પસાર થવાનો છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે તા.03/04/2022 ના રોજ ઉપરોક્ત હકીકત વાળી મોપેડના ચાલક ને પલાસણી ગામે રોડ ઉપર નાકાબાંધી કરી ઇંગલીશ દારૂ તથા મોપેડ સાથે કુલ કિંમત રૂપિયા 69200/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ધી પ્રોહી કલમ-65 એઈ,98(2)મુજબનો ગુનો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે અને પકડાયેલ આરોપી મોસીન ખાન એમ પઠાણ ઉ.વ.22 રહે.ઇસ્માઇલભાઈ આમલેટવાળાની ગલીમાં ભાટિયા પેટ્રોલ પંપ પાસે ફતેપુરા તા.જી.વડોદરા(સીટી)અને કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ 1.ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેશ 750મી.લી. ના પ્લાસ્ટિક ના હોલ નંગ 48 કિંમત રૂપિયા 25200/-2.મોબાઇલ નંગ-1 કી. રૂ.4000/- 3.મોપેડની કિંમત રૂ.40,000/- આમ કુલ રકમ 69200/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરીછે અને આ કામગીરીમાં નસવાડી પી એસ આઈ સી ડી પટેલ તથા ધરામસિંહભાઈ તથા ખુમાનભાઈ તથા અનિલભાઈ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here