બનાસકાંઠામાં રાજકીય હડકંપ… થરાદ ધારાસભ્યને કંઈ થશે તો જવાબદાર કોણ…!!? ની લોકચર્ચાઓ…

થરાદ, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામે એ પહેલાં જ આંદોલનનો ઇતિહાસ લખાઈ રહ્યો છે, દરેક ક્ષેત્રે લાગણીઓ અને માંગણીઓની ચીસો પોકારાઈ રહી છે. જેમાં થરાદ ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂત છેલ્લા 5 દિવસથી પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો એમની તબિયત વારંવાર બગડી રહી છે એમને કઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રેહશે તેવું ગુલાબસિંહ રાજપૂત નાં સમૅથકો એ જણાવ્યું હતું.થરાદ નાં ધારાસભ્ય ૧૦ જેટલા મુદ્દા નો ઉકેલ લાવવા ઉપવાસ કરી રહ્યા છે ત્યારે કેટલાક મુદ્દાઓ લોકો ની પ્રાથમિક સુવિધાઓને લક્ષી હોવા છતાં સરકાર પુણૅ કરવામાં નિષ્ફળ નિવડી છે પાંચ દિવસ વીત્યા હોવા છતાં સરકાર માં બેઠેલા સતા નાં નશા માં ધુત થયેલા લોકો નાં પેટનું પાણી પણ હલતું નથી એ વિચારવા જેવું છે.ગુલાબસિહ ની ઉપવાસ છાવણીમાં સરહદી પંથકના લોકો ધારાસભ્ય ને અન્ન લેવા આહ્વાન કરી રહ્યા છે પરંતુ ધારાસભ્ય લોકો ની સમસ્યા ની માંગ ને લઈ અડગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here