થરાદ : 8 દિવસથી વિવિધ 10 માંગોને લઈને ઉપવાસ આંદોલન પર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પારણા કરાવતા તેમનું ઉપવાસ આંદોલન સમેટાયું

થરાદ, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠાના થરાદમાં જગદીશ ઠાકોરે થરાદમાં મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરૂઆત કરી

થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભાની 10 જેટલી સમસ્યાને લઈને છેલ્લા 8 દિવસથી થરાદની પ્રાંત કચેરી આગળ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા તો તેમની સાથે ભોરડું ગામના સરપંચ દિલાવરસિંહ દરબાર પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા,જ્યાં ગુલાબસિંહ રાજપૂતની બે દિવસ પહેલાં તબિયત લથડતા તેમની ધરણાં સ્થળ ઉપર જ સારવાર કરાઈ હતી જેને લઈને ગુલાબસિંહની તબિયત પૂછવા મોટા ભાગના કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ પહોંચ્યા હતા જોકે તંત્ર દ્વારા પણ ગુલાબસિંહની 10 માંગો માંથી મોટાભાગની માંગો સંતોષાઈ હતી છતાં પણ ગુલાબસિંહનું ઉપવાસ આંદોલન શરૂ રહેતા આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો થરાદ પહોંચ્યા હતા અને ગુલાબસિંહના અનશન સ્થળ ઉપર જ જાહેરસભાને સંબોધન કરીને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ગાયના નામે વોટ માંગતી ભાજપ સરકાર ગાયોના હકની વિરોધી હોવાનું કહીને જાહેરસ્થળ ઉપરથી જ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગૌશાળાઓ માટે 500 કરોડથી વધુની સહાય આપવામાં આવશે જોકે પ્રદેશ અધ્યક્ષ  જગદીશ ઠાકોરે અનશન ઉપર બેઠેલ ગુલાબસિંહ રાજપૂત અને સરપંચ દિલવારસિંહને પારણા કરવાની વિનંતી કરીને બન્ને લોકોને પાણી પાઈને પારણા કરાવતા ગુલાબસિંહએ  ઉપવાસ આંદોલન સમેટયું હતું તો બીજી બાજુ થરાદ આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે થરાદમાં મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરૂઆત કરીને કોંગ્રેસનું પ્રચાર પ્રસાર ઘરે ઘર સુધી પહોંચાડવાની શરૂઆત કરી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here