છોટાઉદેપુર જિલ્લામાં મતગણતરીના દિવસ સુધી ‘ડ્રાય ડે’ જાહેર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી હાથ ધરાનાર છે. આ ચૂંટણી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં શાંતિ, સ્વચ્છ અને સ્વતંત્ર ચૂંટણી યોજાય તેવું વાતાવરણ સર્જવા તથા ચૂંટણી દરમિયાન નશીલા પદાર્થોના ઉપયોગની અસર અને જાહેરજીવનને પરેશાન કરે તેવી શક્યતા નિવારવા તેમજ જાહેર સુમેળ, જાહેર શાંતિ અને સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મધ અને નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધો મુકવા જરૂરી હોઈ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન મધ અને નશીલા પદાર્થોનું વેચાણ કરવા માટે પરવાનો ધરાવતી વ્યક્તિઓએ ચૂંટણી તેમજ મતગણતરી દરમિયાન તા.૦૭/૦૫/૨૦૨૪ મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય, તા.૦૪/૦૬/૨૦૨૪ મતગણતરીનો આગળનો દિવસ, તા.૦૪/૦૬/૨૦૨૪ મતગણતરીનો દિવસ તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના તરત પછીના દિવસે મધ અને નશીલા પદાર્થોનું વેચાણ સ્થળ/દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબ, દારૂનું પીઠું કે બીજા કોઈપણ સ્થળ કે, જ્યાં કેફી/નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેવા સ્થળો બંધ રાખવા હુકમ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ તા.૦૫/૦૫/૨૦૨૪ થી તા.૦૫/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here