થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 576-/- કી.રૂ. 202800/- તથા સવિફ્ટ ઞાડી સાથે કુલ કી.રૂ. 11,13,300/- ના મુદૃામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા

થરાદ,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા ડી. આર. ગઢવી I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા એ. આર. ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર * નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ, તથા અરજણજી, ઓખાભાઈ તથા પો.કોન્સ પ્રકાશચંદ્ર, પ્રકાશભાઈ. નાઓ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભોરડું ગામ પાસેથી એક સવિફ્ટ ઞાડી RJ-46-CA-0288 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ  નંગ 576/- કિ.રૂ.202800/- ના મુદ્દામાલ સાથે અરજણભાઈ ભુરાભાઈ રાજપુત રહે ગણતા તા. લાખણી વાળાઓ પકડાઈ જોઈ અને આ ભારતીય બનાવટનો દારૂ કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આ દારૂ XUV ગાડી નં GJ-03-HR-1666 માં સુનિલ કુંમાર ભરતભાઈ ડાંગર રહે રામપર તા જામનગર તથા નિતેશકુમાર મનસુખલાલ ઠક્કર રહે દિયોદર વાળાઓ લેવા આવતા પકડાઈ જઈ તથા દારૂ હડેતર ઢેકા  પરથી મેવાભાઈ બેચરા ભાઈ રબારી રહે. નાગોલડી તા.સાચોર તથા અશોકભાઈ નાઑએ  દારૂ ભરાવી   સવિફ્ટ ઞાડી RJ-46-CA-0288 કિ. રૂ.300000/- તથા XUV ગાડી નં GJ-03-HR-1666 કિ. રૂ.600000/- તથા મોબાઈલ 03 કિ.રૂ. 10500/- સાથે કુલ કી.રૂ. 11,13,300/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તમામ વિરુદ્ધ  પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here