બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ તકેદારી જાગૃતિ સપ્તાહ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ની બેન્ક ઓફ ઈન્ડિયા માં પત્રકાર પરિષદ યોજી માહિતિ પ્રદાન કરાઇ

“ભ્રષ્ટાચારને કહો ના; રાષ્ટ્ર માટે પ્રતિબદ્ધ”

તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણીના આ પ્રસંગે, બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિની ઉજવણી માટે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માં આવ્યું છે. આ પ્રવૃત્તિમાં 30મી ઑક્ટોબર 2023 થી 1લી નવેમ્બર 2023 સુધી વૉકથોન, બાઈક રેલી, ગ્રામસભા, ગ્રાહક મીટ વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમનો ફ્લેગઓફ સમારંભ બંને બેંકોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
148 કિલોમીટરની રેલી નડિયાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રહેશે જેમાં વોકાથોન અને બાઇક રેલીનો સમાવેશ થાય છે. વાસદ, વડોદરા, ડભોઇ તથા રાજપીપળા માં ગ્રાહક સભા, ગ્રામ સભા, નાટક વગેરે જેવા કાર્યક્રમો યોજવા માં આવેલ છે.
આ ફંક્શનોમાં CVO શ્રી વિષ્ણુ કુમાર ગુપ્તા, ACVO શ્રી બાલ મુકુંદ શર્મા, બેંક ઓફ ઈન્ડિયા ના જનરલ મેનેજર શ્રી એસ કે બેહેરા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ના જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલ બનાશંકરી તથા અન્ય અધિકારીઓ અને પોલીસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગ ના ભાગ રૂપે બુધવાર તા ૦૧-૧૧-૨૦૨૩ ના રોજ નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં આવેલ વાવડી ગમે ગ્રામ સભા અને તકેદારી જાગૃતિ વિષે નુક્કડ નાટક નું આયોજન કરવા માં આવ્યું છે. આ સભા માં ગ્રામ જનો, ગ્રાહકો, બન્ને બેંકો ના ઉચ્ચ અધિકારીઓ અને બન્ને બેંકો ના કર્મચારીઓ હાજર રહેશે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ ઉપસ્થિત ને તકેદારી જાગૃતિ વિષે સંબોધિત કરવા માં આવશે.
આ અંગે રાજપીપળા ની બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજીને માહિતિ પ્રદાન કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here