છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં કર્મચારી અને પાનવડ ગ્રામ પંચાયતના સરપંચને ગેરરીતિ આચારવા બદલ ફરજ મુક્ત કરવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

અરજદાર ડુંગરસિંગભાઈ રાઠવા, મુ.પો.પાનવડ, તા.કવાંટ નાઓ દ્વારા પાનવડ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ શૌચાલયના નાણા ચુકવવા બાબતે ભ્રષ્ટાચાર થયેલ હોવાની ફરિયાદ કરેલ હતી. જેથી પ્રસ્તુત ફરિયાદની તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારીશ્રી,કવાંટને જણાવેલ હતું. જે સબ તાલુકા વિકાસ અધિકારી કવાંટ દ્વારા સદરહુ ફરિયાદ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ રજુ કરેલ છે. જેમાં પાનવડ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ કુલ ૩૦૮ શૌચાલય પૈકી માત્ર ૧૯૦ શૌચાલયના બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે. તથા કુલ- ૫૪ શૌચાલયના બાંધકામ નિયમોનુસાર સ્થળ ખાતરી કરતો બાંધવામાં આવેલ નથી અને કુલ ૬૪ શૌચાલયના બાંધકામમાં શૌચ ખાડા/છત જેવી કામગીરી બાકી હોવાનું સ્થળ મુલાકાત દરમ્યાન ધ્યાને આવેલ છે.આમ, કુલ ૧૧૮ શોચાલય અા અથવા બનાવવાના બાકી હોય તેવા લાભાર્થીઓના પણ શૌચાલયના નાણાંની તમામ રકમનું ચુકવણું કરી ગંભીર પ્રકારની નાણાંકીય ઉચાપત કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ રીતે પુરવાર થયેલ છે.
જેથી ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૭(૧) ની જોગવાઈ મુજબ થી ઈન્દ્રસિંગભાઈ આર. રાઠવા, સરપંચ, ગ્રામ પંચાયત પાનવડ, તા.કવાંટ, જિ.છોટાઉદેપુરને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દુર કરવામાં આવેલ છે. વધુમાં હરજિતસિંહ બી. પટેલીયા, તત્કાલીન તલાટી કમ મંત્રી પાનવડ હાલ જિલ્લા ફેરબદલીથી પંચમહાલ જિલ્લા ખાતે ફરજ બજાવતાં હોય તેઓ વિરૂદ્ધ પણ ખાતાકિય તપાસની કાર્યવાહી પ્રગતિમાં છે.
ક્વાંટ તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમાં ક્લસ્ટર કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતા સંકુતલાબેન અને ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે કામગીરી કરતા સલમાન મન્સુરી દ્વારા પાનવાડ ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાકી અને અધૂરા શૌચાલયના ઓનલાઈન એપ્લકિશન દ્વાર જીઓન્ટંગ કરી શૌચાલયના ભૌતિક અને નાંણાકીય રીતે કામગીરી પૂર્ણ બતાવી ગેરરીતિ આચરેલ હતી જે ખુબજ ગંભીર પ્રકારની ગેરરીતી કરી, નાણાંકીય ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારની યોજનાનુ આ કર્મચારી દ્વારા ગુનાહિત કૃત્ય અને ફરજ પ્રત્યે અતિ ગંભીર પ્રકારનું કૃત્ય આચરતાં તેમજ ફરજ પ્રત્યે નિષ્ઠા અને ફરજનો અભાવ જણાતાં તેઓને કામગીરી પરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા. જે જ્ઞીને સ્થળ પર તપાસ કરતા શૌચાલય બાકી અને અધૂરા જણાઈ આવવા છતાં ચૂકવણા કર
દેવામાં આવ્યા હતા. જે ગંભીર પ્રકારની નાણાંકીય ઉચાપત કરવાનો પ્રયાસ કરતા તાત્કાલિક અસરથી તેમની ફરજો માંથી મુક્ત કરવાનો હુક્મ ડી.ડી.ઓ. દ્વારા કરવામાં આવેલ છે તેમજ ઉચાપત થયેલ અને ગેરરીતિ કરનારાઓને અટકાવવા માટે દૃષ્ટાંત આપેલ છે તેમ જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુરની એક યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here