બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકાને સફાઇ બાબતે બે દિવસનો અલ્ટીમેટમ

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મુખ્ય મંત્ર સ્વચ્છતા કરવાનો છે અને આ સ્વચ્છતાના લીરેલીરા બાબરા નગરપાલિકા દ્વારા ઊડી રહ્યા છે તે ઉડીને આંખે વળગે તેવું છે

બાબરા નગરપાલિકા દ્વારા છેલ્લા પંદર દિવસથી કોઈ જાતની સફાઈ કામગીરી કામગીરી દવા છટકાવ કે સેનિટેશન ને લગતી કોઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ ન હોય હાલ વરસાદની ઋતુ ચાલુ હોય ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે લોકો બીમારીમાં સપડાઈ કે રોગચાળો ફાટી નિકળે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે આમ છતાં નગરપાલિકા દ્વારા સફાઈ અંગેની કોઇ જ કામગીરી કરવામાં આવી રહી નથી નગરપાલિકાને આ વાત મૌખીક તેમજ લેખિત જણાવવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કાર્ય થઈ રહ્યું હોય તેવું જણાય છે સમગ્ર શહેરની પ્રજા માટે તેમના સ્વાસ્થ્ય માટે નિયમિત સફાઇ થાય તે ખૂબ જ જરૂરી છે વરસાદની ઋતુને ધ્યાનમાં રાખી જંતુનાશક દવાનો છંટકાવ પણ ખૂબ જ જરૂરી છે નગર પાલિકા દ્વારા સફાઈ ના પ્રશ્નોનું બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો વેપારી દ્વારા કાર્યવાહી હાથ ધરાશે તેવું અલ્ટીમેટમ આપવામાં આવે છે અન્યથા વેપારીઓ દ્વારા સઘન કાર્યક્રમો નગરપાલિકા વિરુદ્ધ હાથ ધરવામાં આવશે તેવી ચીમકી બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણ મંત્રીપરેશભાઈ સોની તેમજ હોદેદારો દ્વારા આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here