પંચમહાલ અને દાહોદ જીલ્લાના દિવ્યાંગ ઉમેદવારો માટે ઔધોગિક એકમો ખાતે ખાસ રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા અને ઔધોગિક એકમોના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ અને દાહોદ જીલ્લાના ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો ને રોજગારીની તકો મળે તે માટે ખાસ રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા .જેમાં તા.૧૧.૦૬.૨૦૨૨ ના રોજ આઈનોક્ષ ઇન્ડિયા પ્રા.લી, કાતોલ ,તા.કાલોલ ખાતે હાજર રહેલ ૧૬ દિવ્યાંગ ભાઈઓ માંથી ૦૯ દિવ્યાંગ ભાઈઓની કોમ્પ્યુટર ઓપરેટર ,હેલ્પર ,હાઉસ કીપિંગ અને ગાર્ડનીંગ જેવી જગ્યા પર પસંદગી કરવામાં આવી ,તા.૧૨.૬.૨૦૨૨ ના રોજ સેટકો ઓટો સીસ્ટમ પ્રા.લી, કાતોલ, તા.કાલોલ ખાતે હાજર રેહલ ૧૯ દિવ્યાંગ ભાઈઓમાંથી ૦૭ દિવ્યાંગ ભાઈઓની ઓપરેટર ,હેલ્પર જેવી જગ્યા પર પસદગી કરવામાં આવી .તેમજ તા.૧૪ .૦૬.૨૦૨૨ ના રોજ સનફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લી, હાલોલ ખાતે હાજર રહેલા ૨૯ દિવ્યાંગ ભાઈ અને બહેનમાંથી ૧૭ દિવ્યાંગ ભાઈ બહેનની પેકર,હોસ્પીટાલીટી ,હેલ્પર ,અને ગાર્ડનીંગ જેવી જગ્યાઓ પર પસંદગી કરવામાં આવી.રોજગાર ભરતી મેળામાં ઉપર જણાવેલ ઔધોગિક એકમો (સંસ્થાઓ) ખાતે તમામ દિવ્યાંગ ભાઈઓ અને બહેનોના ઈન્ટરવ્યું અને રીફ્રેસમેન્ટની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલ હતી. જીલ્લા રોજગાર કચેરી દ્વારા પંચમહાલ જીલ્લાના ૩૦૦ જેટલા અને દાહોદ જીલ્લાના ૧૦૦ જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને ભરતી મેળામાં ભાગ લેવા પત્ર અને એસ એમ.એસ અને ઈમેલથી અને ટેલીફોનીક કોલ જાણ કરવામાં આવેલ હતી .. દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારી નો લાભ લેવા અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન કરવા અને રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા તેમજ ભરતી મેળામાં રોજગારી મેળવવા માંગતા ન હોય તેઓને સ્વરોજગારી માટે સ્વતંત્ર ધંધો વ્યવસાય કરવા લોન સહાય મેળવવા જીલ્લા ઉધોગ કેન્દ્ર ,ગોધરા અને જીલ્લા ઉધોગ કેન્દ્ર દાહોદ નો યાદી મુજબના ડોક્યુમેન્ટ સાથે સંપર્ક કરવા જીલ્લા રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here