નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ભરાડા (ખાબજી) ગામે મોટા ભાઇને મોતને ધાટ ઉતારતો નાનો ભાઈ !!

જમવાનું બનાવતાં પોતાના પિતાને મોટા ભાઇએ ખાવાનું સારું બનતું નથી નો ઠપકો આપતાં બે ભાઈઓ વચ્ચે ઝધડો

મોટા સગા ભાઈને માથામાં ફટકા મારી કરાઇ કરપીણ હત્યા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

જમવાનું બનાવતાં વૃધ્ધ પિતા દ્વારા જમવાનુ સારુ ન બનતા પિતાને ઠપકો આપનારા પોતાના સગાં મોટા ભાઈની કરપીણ હત્યા કર્યાનો કિસ્સો આજરોજ પ્રકાશમાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

સમગ્ર બનાવની વાત કરીએ તો નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ભરાડા ગામના નિશાળ ફળિયા ખાતે પોતાના ઘરે પિતા પોતાના બંને દીકરા માટે જમવાનું બનાવતા હતા ત્યારે મોટા દીકરા એ તમો જમવાનું સારુ બનાવતા નથી અને બાફેલું ખવડાવો છો તેમ કહી ગાળો બોલતા પોતાના પિતાનું ભાઈ દ્વારા અપમાન થયાંનુ નાના ભાઈને પોતાના મન ઉપર લાગી આવતા નાનાં ભાઈએ પોતાના મોટા ભાઈને ટોકતા કે બાપુજીને કેમ ગાળો બોલે છે. તેમ કહેતા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં નાના ભાઈએ મોટા ભાઈને માથા ભાગે મારતા મોટાં ભાઇ સુનિલ ચેતર વસાવાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે .

રવિવાર એ સાંજના ૬.૩૦ વાગે મોજે ભરાડા (ખાબજી) ગામે, નિશાળ ફળિયા ખાતે આરોપી ઉમેશભાઈ ફરિયાદી ચૈતર ભાઈ ખીમજીભાઈ વસાવાના નાના દિકરા થતા હોય અને મરણ થનાર સુનિલભાઈ ફરિયાદીના મોટા દીકરા થતા હોય અને ફરિયાદી પોતાના બંને દીકરાઓ માટે જમવાનું બનાવતા હોય જે બાબતે મરણ જનાર તમો સારું બનાવતા નથી અને બાફેલું ખવડાવો છો તેમ કહી ગાળો બોલતા હોય જેથી આરોપીએ મરણ થનારને પિતાજીને કેમ ગાળો બોલે છે તેમ કહેતાં બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો થયેલો જેથી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાંના કોઈ હથિયાર વડે મરણ જનારના માથાના જમણા કાનની નજીક ઉપરા ઉપરી બે ત્રણ ઘા કરી માથામાં ગંભીર પ્રકારની ઈજા થતાં મરણ થનાર સુનીલ ભાઈ વસાવાનું સ્થળ ઉપર મોત નિપજાવી ખૂન કરી નાખ્યું હતું.

આ મામલે દેડિયાપાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here