નર્મદા જિલ્લાના ગામડાઓમાંથી રોજ બરોજ પકડાતા વિદેશી દારૂના બુટલેગરો

દેડિયાપાડા પોલીસે કુંડીઆબા ગામ ખાતેથી વિદેશી દારૂના કવાટરિયા અને બીયરનો જથ્થો ઝડપી પાડયો

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ગામડાઓમાંથી રોજ બરોજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનો નેટવર્ક ખુબજ મોટાં પ્રમાણમાં ફેલાયેલ ફળીભૂત થઇ રહયુ છે. પોલીસ દારૂના દુષણને દુર કરવા અથાક પ્રયત્નો કરી રહી છે પરંતુ દારૂનો વેપલો કરતા અસામાજિક તત્ત્વોએ પોલીસને પણ નાકે દમ લાવી દીધો છે. નર્મદા જિલ્લા પોલીસે આ માટે અસામાજિક તત્ત્વોને તડીપાર સહિત પાસાના જોગવાઈઓ મુજબ કામગીરી કરાવાનો સમય આવ્યો છે જો આમ થશે તો જ આ દુષણ ઉપર થોડીક બ્રેક લાગશે.

તસ્વીર

નર્મદા જીલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ  તથા ના.પો. અધિકારીરાજેશ પરમાર સાહેબ નાઓએ પ્રોહી પ્રવૃતીની બદી નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી પી.પી.ચૌધરી સા . નાઓના સીધા સુપરવિઝન હેઠળ પો.સ.ઇ. શ્રી એ.આર.ડામોર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓએ અ.હે.કો.વિનેશભાઇ રેન્જાભાઇ બ.નં .૬૧૧ નાઓને મળેલ બાતમી હકીકત આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે મોજ – કુંડીઆંબા ગામેથી રાજેશભાઇ કોટેસિંગભાઇ વસાવા રહે.કુંડીઆંબા આશ્રમ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓના કબજા ભોગવટાના ઘરમાંથી પ્રોહી રેઇડ કરતા તેના ઘરના માળિયામાં સંતાડીને રાખેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુના સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લ્યુ વ્હીસ્કીના કાચના કવાટરીયા નંગ -૩૨ કિ.રૂ.૩૨૦૦ /- તથા રોયલ નાઇટ મલ્ટ વ્હીસ્કી પ્લાસ્ટીકના કવાટરીયા નંગ -૨૮ કિ.રૂ.૨૩૮૦ તથા ટુબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર નંગ -૧૭ કિ.રૂ.૧૭૦૦ તથા હેવાસ ૨૦૦૦ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર નંગ -૪૧ કિ.રૂ.૪૧૦૦ /- મળી કુલ કિં.રૂ.૧૧,૩૦૦ /- ના ઇંગ્લીશ દારુના મુદ્દામાલ સાથે પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here